પૃથ્વી પરથી ડાયનાસોરનો નાશ કરનાર એસ્ટરોઇડ ક્યાંથી આવ્યો હતો? નવી શોધથી મળ્યા તબાહીના પુરાવા
લગભગ 66 મિલિયન વર્ષો પહેલા, એક પ્રચંડ વિસ્ફોટથી પૃથ્વી પરના જીવનનો નાશ થયો હતો. પૃથ્વી પરના તમામ જીવો અને છોડના એક ચતુર્થાંશ ભાગ નાશ પામ્યો હતો. તે વિસ્ફોટ એસ્ટરોઇડ પૃથ્વી સાથે અથડાવાને કારણે થયો હતો. તે ટક્કર એટલી ભયંકર હતી કે મેક્સિકો નજીક 145 કિલોમીટર પહોળો ખાડો પડી ગયો હતો. આજે આપણે તેને ચિકશુલૂબ ક્રેટર તરીકે જાણીએ છીએ. નવા સંશોધનો સૂચવે છે કે ડાયનાસોર સહિત અનેક પ્રજાતિઓનો નાશ કરનારી એ ઘટના, ગુરુની બહારના લઘુગ્રહ સાથે દુર્લભ અથડામણ હતી.
ચિકશુલૂબ ક્રેટર બાબતે મોટાભાગના વૈજ્ઞાનિકો માનતા હતા કે આ ખાડો, જે ખડકથી બન્યો, તે આપણા સૌરમંડળની અંદરથી જ આવ્યો હતો. પરંતુ ક્યાંથી? તે સ્પષ્ટપણે જાણી શકાતું નહોતું. હવે, ક્રેટરોના અવશેષોની તપાસ કર્યા પછી, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે રુથેનિયમ નામના દુર્લભ તત્વની રાસાયણિક સંરચના મંગળ અને ગુરુની ભ્રમણકક્ષાની વચ્ચે મંડરાતા એસ્ટરોઇડ્સ જેવી જ છે. આ સંશોધનના પરિણામો 15 ઑગસ્ટના રોજ 'સાયન્સ' મેગેઝીનમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.
જર્મનીની યુનિવર્સિટી ઓફ કોલોનના વૈજ્ઞાનિક મારિયો ફિશરે લાઈવ સાયન્સને જણાવ્યું હતું કે રુથેનિયમ એ મેન એસ્ટરોઈડ બેલ્ટમાં મળેલા ખડકોની 'આનુવંશિક ફિંગરપ્રિન્ટ' છે. પૃથ્વી સાથે 66 મિલિયન વર્ષો પહેલા અથડાયેલો એસ્ટરોઇડ અહીં મળી આવ્યો હતો. આ એસ્ટરોઇડ કદાચ અન્ય અવકાશી ખડકો સાથે અથડામણના કારણે અથવા બાહ્ય સૌરમંડળના પ્રભાવને કારણે પૃથ્વી તરફ આગળ વધ્યો હશે. ગુરુ જેવા વાયુ ગ્રહોમાં મજબૂત ભરતી બળ હોય છે, જે અન્યથા સ્થિર એસ્ટરોઇડની ભ્રમણકક્ષાને વિક્ષેપિત કરવામાં સક્ષમ છે.
રુથેનિયમ એ અત્યંત દુર્લભ અને સ્થિત તત્વ છે. વૈજ્ઞાનિકોના મતે આ તત્વ તારાઓની અગાઉની પેઢીઓની અંદર રચાયું હતું અને જ્યારે તેમનું વિસ્ફોટક રીતે મોત થયુ તો આસપાસ ફેલાઈ ગયા. આ દુર્લભ તત્વ આખરે આપણા સૌરમંડળમાં હાજર ગ્રહો અને એસ્ટોરોઇડમાં સમાઈ ગયું. પૃથ્વી પર, તે ગ્રહની અંદર ખૂબ જ ઊંડે ડૂબી ગયો હતો. ચિકશુલૂબ ક્રેટર પૃથ્વી પર સૌરમંડળના બહારના ભાગમાં સ્થિત એસ્ટરોઇડથી બનેલું એકમાત્ર જાણીતો અસરગ્રસ્ત ક્રેટર છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp