કાશ્મીરમાં આતંકીઓ પાસેથી પહેલી વખત મળી Ateyer AUG રાઇફલ, સુરક્ષા એજન્સી પણ દંગ, જાણો કેટલી ખતરન

કાશ્મીરમાં આતંકીઓ પાસેથી પહેલી વખત મળી Ateyer AUG રાઇફલ, સુરક્ષા એજન્સી પણ દંગ, જાણો કેટલી ખતરનાક?

07/20/2024 National

SidhiKhabar

SidhiKhabar

કાશ્મીરમાં આતંકીઓ પાસેથી પહેલી વખત મળી Ateyer AUG રાઇફલ, સુરક્ષા એજન્સી પણ દંગ, જાણો કેટલી ખતરન

જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં ગુરુવાર (18 જુલાઈ)ના રોજ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી સેનાના જવાનોને ઑસ્ટ્રિયામાં બનેલી Ateyer AUG એસોલ્ટ રાઈફલ મળી છે. Ateyer AUG એસોલ્ટ રાઈફલની મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ ચિંતિત છે. માહિતી અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો અને ગોળા-બારૂદ, યુદ્ધ જેવા સામાન અને એક પાકિસ્તાની ઓળખપત્ર મળી આવ્યું છે.


આતંકવાદી કરી રહ્યા છે અમેરિકા નિર્મિત M-4 કાર્બાઈન રાઈફલ્સનો ઉપયોગ

આતંકવાદી કરી રહ્યા છે અમેરિકા નિર્મિત M-4 કાર્બાઈન રાઈફલ્સનો ઉપયોગ

આતંકવાદીઓ પહેલાથી જ અમેરિકા નિર્મિત M-4 કાર્બાઈન રાઈફલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. સુરક્ષા બળોએ જમ્મુ ક્ષેત્ર અને કાશ્મીર બંનેમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસે તે મળી હતી. એક સુરક્ષા અધિકારીએ કહ્યું, "M-4નો ઉપયોગ મોટા ભાગે ટોચના કમાન્ડરો અને જમ્મુ અને કાશ્મીરમાં કાર્યરત પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવે છે. આ રાઈફલ્સ ખૂબ એડવાન્સ છે અને તેમાં નાઈટ વિઝન ડિવાઈસ છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ પોલીસ વડા એસપી વૈદે કહ્યું, 'પાકિસ્તાનની ISI નાર્કો વેપારના માધ્યમથી ખૂબ પૈસા મેળે છે. તેઓ તેનો ઉપયોગ જમ્મુ-કાશ્મીરમાં ઉપયોગ માટે હથિયર ખરીદવા માટે કરે છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે કુપવાડાના કેરન સેક્ટરમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા હતા. સેનાએ આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ કર્યો હતો.


જાણો શા માટે Steyr AUG ખતરનાક છે

જાણો શા માટે Steyr AUG ખતરનાક છે

Steyr AUGને મોડ્યુલર હથિયાર પ્રણાલી તરીકે ડિઝાઇન કરવામાં આવી છે જેને જલદી જ એક એસોલ્ટ રાઇફલ, કાર્બાઇન, સબમશીન ગન અને ઓપન-બોલ્ટ લાઇટ મશીન ગનના રૂપમાં કોન્ફિગર કરી શકાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top