ઇઝરાયેલના હુમલામાં WHOના ચીફ બાલ-બાલ બચ્યા, યમન એરપોર્ટ પર વિમાનમાં સવાર થવાના હતા; ત્યારે જ..

ઇઝરાયેલના હુમલામાં WHOના ચીફ બાલ-બાલ બચ્યા, યમન એરપોર્ટ પર વિમાનમાં સવાર થવાના હતા; ત્યારે જ..

12/27/2024 World

SidhiKhabar

SidhiKhabar

ઇઝરાયેલના હુમલામાં WHOના ચીફ બાલ-બાલ બચ્યા, યમન એરપોર્ટ પર વિમાનમાં સવાર થવાના હતા; ત્યારે જ..

WHO Director-General Tedros Adhanom Ghebreyesus: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એડનૉમ ઘેબ્રેયેસસ યમનના સના એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટથી બાલ-બાલ બચી ગયા હતા. ટેડ્રોસ યુનાઇટેડ નેશન્સ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના તેના સહયોગીઓ સાથે પ્લેનમાં સવાર થવાના હતા, ત્યારે જ હવાઇ હુમલા શરૂ થિ ગયા. WHOના ડિરેક્ટર જનરલે પોતે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે.


બોમ્બ વિસ્ફોટ માત્ર થોડા મીટર દૂર થયો હતો

બોમ્બ વિસ્ફોટ માત્ર થોડા મીટર દૂર થયો હતો

ટેડ્રોસે લખ્યું કે, જ્યારે તેઓ અને તેમના સહયોગી પ્લેનમાં ચઢવાના હતા, ત્યારે જ બોમ્બવર્ષા શરૂ થઈ ગઇ. આ હુમલામાં અમારા એરક્રાફ્ટનો એક ક્રૂ મેમ્બર ઇજાગ્રસ્ત થયો હતો. એરપોર્ટ પર 2 લોકોના મોત થયા હતા. એર ટ્રાફિક કંટ્રોલ ટાવર, ડિપાર્ચર લાઉન્જ- અમે જ્યાં હતા ત્યાંથી થોડાં મીટર દૂર બોમ્બ વિસ્ફોટ થયો અને રનવેને નુકસાન થયું. હવે એરપોર્ટને થયેલા નુકસાનનું સમારકામ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે, તો જ અમે નીકળી શકીશું. મારા UNના સહયોગી અને WHOના સહકર્મી સુરક્ષિત છે. અમે એ પરિવારો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરીએ છીએ, જેમના પ્રિયજનોએ હુમલામાં જીવ ગુમાવ્યો હતો.


UN કર્મચારીઓની મુક્તિ માટે પહોંચ્યા હતા

UN કર્મચારીઓની મુક્તિ માટે પહોંચ્યા હતા

વાસ્તવમાં, ઇઝરાયેલ સતત હુતી સ્થાનો પર હુમલો કરી રહ્યું છે. આ જ ક્રમમાં તેણે સના પર પણ બોમ્બમારો કર્યો હતો. જ્યારે આ બોમ્બ ધડાકો થયો ત્યારે WHOના ડિરેક્ટર જનરલ સના એરપોર્ટ પર હાજર હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી હુથી લડવૈયાઓ દ્વારા બંધક બનાવવામાં આવેલા UN કર્મચારીઓની મુક્તિની માગ કરવા તે યમન પહોંચ્યા હતા.

UNના વડાએ ટેડ્રોસ પર હુમલાની નિંદા કરી

UN સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે હુમલાની નિંદા કરી અને આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન કરવાની હાકલ કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે નાગરિકો અને માનવતાવાદી કાર્યકરોને ક્યારેય નિશાનો બનાવવા ન જોઈએ.

સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં UNના વડાએ યમન અને ઇઝરાયેલ વચ્ચે હાલમાં જ થયેલા તણાવ પર દુઃખ વ્યક્ત કર્યું અને યમનમાં સના અંતરરાષ્ટ્રીય એરપોર્ટ, લાલ સાગર પોર્ટ અને વીજ સ્ટેશનો પર હવાઈ હુમલાઓને ખતરનાક ગણાવ્યા. સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખના જણાવ્યા અનુસાર, હવાઈ હુમલામાં અસંખ્ય જાનહાનિ થઈ છે, જેમાં ઓછામાં ઓછા 3 લોકો માર્યા ગયા છે અને 10 કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમણે તમામ પક્ષોને સૈન્ય કાર્યવાહી બંધ કરવા અને સંયમ રાખવાના તેમના આહ્વાનનો પુનરોચ્ચાર કર્યો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top