કોણ છે આ અધિકારી, જેમની સામે વડાપ્રધાન મોદીએ પણ બે હાથ જોડી ભર્યું ફોર્મ! જાણો વિગત

કોણ છે આ અધિકારી, જેમની સામે વડાપ્રધાન મોદીએ પણ બે હાથ જોડી ભર્યું ફોર્મ! જાણો વિગત

05/14/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

કોણ છે આ અધિકારી, જેમની સામે વડાપ્રધાન મોદીએ પણ બે હાથ જોડી ભર્યું ફોર્મ! જાણો વિગત

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024ની દૃષ્ટિએ આજનો દિવસ ખૂબ જ ખાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન તેમની સાથે ભારતીય જનતા પાર્ટી (BJP) અને NDA ગઠબંધનના ઘણા નેતાઓ હાજર હતા. વડાપ્રધાન પહેલા બનારસમાં દશાશ્વમેધ ઘાટ ગયા અને પછી કાલ ભૈરવ મંદિરના દર્શન કર્યા હતા.


11 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા

11 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા

ઉમેદવારી નોંધાવતી વખતે ત્યાં 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીના નામાંકન માટે ચાર પ્રસ્તાવકો હતા - પંડિત ગણેશ્વર શાસ્ત્રી, બૈજનાથ પટેલ, લાલચંદ કુશવાહ અને સંજય સોનકર. તેમજ ત્યાં ચૂંટણી અધિકારીની જવાબદારી નિભાવી રહેલા વારાણસી જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. રાજલિંગમ હતા. એ સમયે દેશના સર્વોચ્ચ પદ પર રહેલા પીએમ મોદી ઉભા થઈને લોકશાહીના સૈનિકને સલામ કરે છે. જે લોકશાહીની ખરેખર એક મજબૂત તસવીર છે. 


કોણ છે એસ. રાજલિંગમ?

કોણ છે એસ. રાજલિંગમ?

વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. રાજલિંગમ તમિલનાડુના રહેવાસી છે અને 2009 બેચના IAS અધિકારી છે. તેમણે B.Tech કર્યું છે. એસ. રાજલિંગમે અગાઉ બાંદામાં જોઈન્ટ મેજિસ્ટ્રેટ, ઔરૈયામાં ડીએમ અને લખનૌમાં ડેરી ડેવલપમેન્ટ વિભાગમાં વિશેષ સચિવ તરીકે સેવા આપી છે. આ ઉપરાંત તેઓ સોનભદ્ર અને કુશીનગરમાં ડીએમ પણ રહી ચૂક્યા છે.રાજલિંગમે સુલતાનપુરના કલેક્ટર, અયોધ્યાના મ્યુનિસિપલ કમિશનર, મૂળભૂત શિક્ષણ વિભાગના વિશેષ સચિવ, શહેરી વિકાસ વિભાગના વિશેષ સચિવ તરીકે પણ કામ કર્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top