પ્રભાસે ‘કલ્કિ 2898 AD’ માટે તેની ફી કેમ ઘટાડવી પડી? 600 કરોડનું તોતિંગ બજેટ, છતાં પ્રભાસને મળશ

પ્રભાસે ‘કલ્કિ 2898 AD’ માટે તેની ફી કેમ ઘટાડવી પડી? 600 કરોડનું તોતિંગ બજેટ, છતાં પ્રભાસને મળશે આટલી અમથી રકમ!

06/24/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

પ્રભાસે ‘કલ્કિ 2898 AD’ માટે તેની ફી કેમ ઘટાડવી પડી? 600 કરોડનું તોતિંગ બજેટ, છતાં પ્રભાસને મળશ

Kalki 2898 AD: પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન અભિનીત કલ્કી 27 જૂને વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. રિલીઝ પહેલા આ ફિલ્મને લઈને ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. બાહુબલિ ફિલ્મ સિરીઝથી દેશ-વિદેશના દર્શકોમાં પોતાની આગવી ઓળખ અને ચાહકવર્ગ ઉભો કરનાર પ્રભાસે આ ફિલ્મ માટે પોતાની ફીમાં ભારે ઘટાડો કર્યો છે. આ રિપોર્ટથી દરેકને આશ્ચર્ય થયું છે કારણ કે પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે પ્રભાસે આ ફિલ્મ માટે મોટી ફી વસૂલ કરી છે.


ફીમાં આટલો મોટો ઘટાડો?

ફીમાં આટલો મોટો ઘટાડો?

જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે એવી પ્રભાસની ફિલ્મ ‘Kalki 2898 AD’ થોડા જ દિવસોમાં મોટા પડદા પર આવશે. રિલીઝ પહેલા જ આ ફિલ્મને લઈને ભારે ચર્ચા છે. વિદેશોમાં પણ ફિલ્મનું જોરદાર એડવાન્સ બુકિંગ છે. આ દરમિયાન પ્રભાસની ફી અંગેના એક સમાચારે બધાને ચોંકાવી દીધા છે.

તેલુગુ મીડિયામાં પ્રકાશિત થયેલો એક અહેવાલ જણાવે છે કે પ્રભાસે કલ્કિ 2898 એડી માટે તેની ફીમાં ઘટાડો કર્યો છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે પ્રભાસે વૈજયંતી મૂવીઝની આ ફિલ્મમાં કામ કરવા માટે ફી તરીકે અધધ ગણાય એવડા 150 કરોડ રૂપિયા લીધા છે. જોકે હવે નવા રિપોર્ટમાં તેની ફી ઘણી ઓછી હોવાનું જણાવવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રભાસે આ ફિલ્મ માટે માત્ર 80 કરોડ રૂપિયા જ ચાર્જ કર્યા છે. આમ તો આ રકમ પણ કંઈ નાનીસૂની તો નથી જ. તેમ છતાં શરૂઆતમાં ચર્ચાતી 150 કરોડની રકમ સામે તો આ રકમ બહુ ઓછી જ ગણાય.


શા માટે પ્રભાસે આવું કર્યું?

શા માટે પ્રભાસે આવું કર્યું?

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રભાસે તેની ફી ઓછી કરી છે કારણ કે કલ્કિનું બજેટ ઘણું વધારે છે. જો ફિલ્મ અપેક્ષા મુજબ બિઝનેસ કરે છે અને બ્લોકબસ્ટર સાબિત થાય છે, તો નિર્માતાઓ ચોક્કસપણે પ્રભાસને નફામાં હિસ્સો આપશે. કલ્કીને બનાવવા માટે મેકર્સને લગભગ 600 કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા હતા.

કલ્કી 2898 એડી વૈજયંતિ મૂવીઝ દ્વારા નિર્મિત છે. આ ફિલ્મનું નિર્દેશન નાગ અશ્વિને કર્યું છે. ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, કમલ હાસન અને દિશા પટણી જેવા સ્ટાર્સ પણ જોવા મળશે. મેકર્સ ફિલ્મનું જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ફિલ્મના અત્યાર સુધીમાં બે ટ્રેલર પણ રિલીઝ થઈ ચૂક્યા છે. અને આ ટ્રેલર્સે ફિલ્મ વિશે ચાહકોમાં ઉત્સુકતા વધારી દીધી છે.

નાગ અશ્વિનની આ ફિલ્મ પાસેથી માત્ર નિર્માતાઓ જ નહીં પરંતુ ટ્રેડ પંડિતોને પણ ઘણી અપેક્ષાઓ છે. રિલીઝ પહેલા ફિલ્મ વિશે જે પ્રતિસાદ જોવા મળી રહ્યો છે તેનાથી સ્પષ્ટ થાય છે કે તે ઘણી કમાણી કરશે. જો કે, દરેકની નજર ચોક્કસપણે તેના પર રહેશે કે ફિલ્મ રિલીઝ થયા પછી વિવેચકો તરફથી કેવો પ્રતિસાદ આપે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top