લાંબા સમયથી ઈજાને કારણે ક્રિકેટથી દુર રહેનાર આ ખેલાડીઓ IPLમાં જોવા મળશે કે કેમ? BCCI એ આપ્યું અ

લાંબા સમયથી ઈજાને કારણે ક્રિકેટથી દુર રહેનાર આ ખેલાડીઓ IPLમાં જોવા મળશે કે કેમ? BCCI એ આપ્યું અપડેટ, જાણો

03/12/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

લાંબા સમયથી ઈજાને કારણે ક્રિકેટથી દુર રહેનાર આ ખેલાડીઓ IPLમાં જોવા મળશે કે કેમ? BCCI એ આપ્યું અ

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની 17મી સિઝન શરૂ થાય તે પહેલા દિલ્હી કેપિટલ્સ (DC) માટે રાહતના સમાચાર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટીમના કેપ્ટન રિષભ પંતને આખી સિઝન રમવા માટે ફિટ જાહેર કર્યો છે.


રિષભ પંત

રિષભ પંત

પંત આ વખતે તેની આઈપીએલ ટીમ દિલ્હી કેપિટલ્સ માટે આઈપીએલમાંથી ક્રિકેટના મેદાનમાં પરત ફરતો જોવા મળશે. બીસીસીઆઈએ મંગળવારે જારી કરેલા નિવેદનમાં કહ્યું કે આ વિકેટકીપર બેટ્સમેન હવે સંપૂર્ણ રીતે ફિટ છે અને તે રમવા માટે તૈયાર છે. જાણીતું છે કે, 30 ડિસેમ્બર 2022ના રોજ દિલ્હી દેહરાદૂન હાઈવે પર તેની કારનો ભયંકર અકસ્માત થયો હતો અને પંત લગભગ 15 મહિનાથી ક્રિકેટથી દૂર છે.


મોહમ્મદ શમી

મોહમ્મદ શમી

મોહમ્મદ શમી વિશે અપડેટ આપતાં BCCIએ કહ્યું કે, “ફાસ્ટ બોલરની એડીની સમસ્યાને કારણે 26 ફેબ્રુઆરીએ સર્જરી કરવામાં આવી હતી. તે હાલમાં BCCIની મેડિકલ ટીમના નિરીક્ષણ હેઠળ છે અને તેને આગામી IPL 2024માંથી બહાર કરવામાં આવ્યો છે.” જણાવી દઈએ કે શમી વર્લ્ડકપ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેણે તમામ મેચો ઈજા સાથે રમી હતી. ટુર્નામેન્ટની ફાઈનલ બાદ તે ક્રિકેટના મેદાન પર વાપસી કરી શક્યો નથી.


પ્રસિદ્ધ કૃષ્ણા

પ્રસિદ્ધ કૃષ્ણા

ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા 23 ફેબ્રુઆરીના રોજ ડાબા પ્રોક્સિમલ ક્વાડ્રિસેપ્સ ટેન્ડનની સર્જરી કરાવી હતી. તે હાલમાં BCCIની મેડિકલ ટીમના નિરીક્ષણ હેઠળ છે અને ટૂંક સમયમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ શરૂ કરશે. તે આગામી IPL 2024માં ભાગ લેશે નહીં.

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024ની શરૂઆત 22 માર્ચથી થવા જઈ રહી છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. પરંતુ ટુર્નામેન્ટ પહેલા મોહમ્મદ શમી, રિષભ પંત અને પ્રસિદ્ધ કૃષ્ણાની ઈજા ફ્રેન્ચાઈઝી માટે ચિંતાનું કારણ બની રહી હતી. પરંતુ હવે BCCIએ ત્રણેય ખેલાડીઓનું અપડેટ જાહેર કર્યું છે. અને સ્પષ્ટ કર્યું છે કે તેઓ IPLમાં રમશે કે નહીં.તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top