વિરેન્દ્ર સેહવાગ કોંગ્રેસમાં જોડાશે? આ રીતે તેઓ ચૂંટણી મેદાનમાં ઉતર્યા, હવે રાજનીતિક પીચ પર ચોગ

વિરેન્દ્ર સેહવાગ કોંગ્રેસમાં જોડાશે? આ રીતે તેઓ ચૂંટણી મેદાનમાં ઉતર્યા, હવે રાજનીતિક પીચ પર ચોગ્ગા-છગ્ગાથી લગાવશે?

09/26/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

વિરેન્દ્ર સેહવાગ કોંગ્રેસમાં જોડાશે? આ રીતે તેઓ ચૂંટણી મેદાનમાં ઉતર્યા, હવે રાજનીતિક પીચ પર ચોગ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, હવે તે ચૂંટણી મેદાનમાં ઉતરવાને કારણે ચર્ચામાં આવી ગયો છે. ક્રિકેટની પીચ પર ચોગ્ગા-છગ્ગા ફટકારીને બોલરોની હાલત બગાડનાર સેહવાગ હવે રાજકીય મેદાનમાં ચોગ્ગા-છગ્ગા ફટકારવાના મૂડમાં જોવા મળી રહ્યો છે. તો શું છે સેહવાગની રાજનીતિનો આખો મામલો? ચાલો જણીએ.


હરિયાણા વિધાનસભાની ચૂંટણી 5 ઓક્ટોબરથી યોજાશે

હરિયાણા વિધાનસભાની ચૂંટણી 5 ઓક્ટોબરથી યોજાશે

હકીકતમાં, સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સેહવાગ હવે રાજકીય મેદાનમાં ઉતરવા માટે તૈયાર લાગે છે. પૂર્વ ભારતીય બેટ્સમેન વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે કોંગ્રેસના ઉમેદવાર અનિરુદ્ધ ચૌધરી માટે વોટ માંગી રહ્યો છે. ક્રિકેટ પ્રશાસકમાંથી રાજકારણી બનેલા અનિરુદ્ધ ચૌધરી હરિયાણાની તોશામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. અનિરુદ્ધ BCCIના ખજાનચી રહી ચૂક્યા છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણી 5 ઓક્ટોબરથી યોજાશે.


સેહવાગ કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો

સેહવાગ કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સેહવાગે સોશિયલ મીડિયા દ્વારા એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કોંગ્રેસના અનિરુદ્ધ ચૌધરીને સપોર્ટ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં એક શાનદાર ટ્રેક્ટર રેલી જોવા મળી રહી છે. સેહવાગના આ વીડિયો પરથી એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે તે કોંગ્રેસમાં જોડાઇ શકે છે. જો કે, અમે સેહવાગના કોંગ્રેસમાં જોડાવા અંગે કોઇ પુષ્ટિ આપતા નથી. એ સિવાય, અમે એ પણ પુષ્ટિ કરતા નથી કે વાયરલ થઇ રહેલો વીડિયો સેહવાગના સોશિયલ મીડિયા દ્વારા શેર કરવામાં આવ્યો છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે સેહવાગ રાજકીય મેદાનમાં પ્રવેશ કરે છે કે નહીં. આ પહેલા ઘણા ભારતીય ક્રિકેટરો નિવૃત્તિ બાદ રાજનીતિ સાથે જોડાયા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top