દાહોદમાં ચાર બાળકોને મુકીને પ્રેમી સાથે ભાગી ગયેલી મહિલાને ગામના લોકોએ નિર્વસ્ત્ર કરીને માર માર

દાહોદમાં ચાર બાળકોને મુકીને પ્રેમી સાથે ભાગી ગયેલી મહિલાને ગામના લોકોએ નિર્વસ્ત્ર કરીને માર માર્યો, વીડિયો થયો વાયરલ

06/02/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

દાહોદમાં ચાર બાળકોને મુકીને પ્રેમી સાથે ભાગી ગયેલી મહિલાને ગામના લોકોએ નિર્વસ્ત્ર કરીને માર માર


માનવતાને શરમાવે તેવા સમાચાર ગુજરાતના દાહોદ જિલ્લામાંથી આવી રહ્યા છે. કેટલાક લોકોએ લગ્નમાં આવેલી એક મહિલાનું અપહરણ કરી, તેને નગ્ન કરી, માર માર્યો અને તેની સાથે દુષ્કર્મ પણ કર્યું. પોલીસ અધિકારીએ આ માહિતી આપી છે. સમાચાર અનુસાર, મહિલા તેના પતિથી અલગ રહેતી હતી. પતિ એ વાતથી નારાજ હતો કે તેની પત્ની તેને અને તેના ચાર બાળકોને છોડીને જતી રહી છે.

આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ. સુખસર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે મહિલાના પતિએ અન્ય બે લોકો સાથે મળીને રામપુરા ગામમાંથી મહિલાનું અપહરણ કર્યું અને તેને મારગલા ગામમાં લઈ ગયા, જ્યાં શરમજનક ઘટના બની હતી. આદિવાસી સમુદાયની આ મહિલા થોડા સમય પહેલા તેના પતિ અને ચાર બાળકોને છોડીને અલગ રહેવા લાગી હતી. તેણીએ તેના પતિને છોડીને એક અલગ વ્યક્તિ સાથે રહેવાનું શરૂ કર્યું. જેની સાથે તે મજુરી કરતો હતો.

પોલીસે જણાવ્યું કે મહિલા જેની સાથે રહેતી હતી તેની માતાએ બંનેને રામપુરામાં લગ્નમાં હાજરી આપવા માટે બોલાવ્યા હતા. તે જ લોકોએ તે મહિલાના પતિને પણ બોલાવ્યો હતો. મહિલાનો પતિ ફોર વ્હીલર પર કેટલાક લોકો સાથે આવ્યો હતો. તે મહિલા અને તેના પ્રેમીનું અપહરણ કરીને મરગાલા ગામમાં લઈ ગયો હતો, જ્યાં મહિલાને જાહેરમાં નગ્ન કરીને માર મારવામાં આવ્યો હતો. આ ઘટના દરમિયાન એક વ્યક્તિએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જે બાદ વીડિયો વાયરલ થયો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top