લોકડાઉનની અસર: મે મહિનમાં જથ્થાબંધ મોંઘવારી દરમાં ૩.૨૧ ટકાનો ઘટાડ

લોકડાઉનની અસર: મે મહિનમાં જથ્થાબંધ મોંઘવારી દરમાં ૩.૨૧ ટકાનો ઘટાડો

06/16/2020 Business

SidhiKhabar

SidhiKhabar

લોકડાઉનની અસર: મે મહિનમાં જથ્થાબંધ મોંઘવારી દરમાં ૩.૨૧ ટકાનો ઘટાડ

નવી દિલ્હી: કોરોના વૈશ્વિક મહામારીના આ સમય દરમિયાન સરકાર દ્વારા સામાન્ય નાગરિકો માટે મોંઘવારીને લઈને રાહતના સમાચાર આપ્યા છે. મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર (Wholesale Inflation Rate-WPI)માં ઘટાડો જોવા મળ્યો છે. ક્રૂડ ઓઈલ અને વીજળીની કિંમતો તૂટવાના કારણે જથાથાબંધ મોંઘવારી દરમાં ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, ખાણી-પીણીની વસ્તુઓની કિંમતમાં વધારો જોવામાં મળ્યો છે.

સરકારે વાણિજ્ય અને ઉદ્યોગમંત્રાલય તરફથી રજુ કરવામાં આવેલા આંકડા અનુસાર, મોંઘવારી દરમાં માસિક જથ્થાબંધ ભાવાંકની તુલના કરતા મે મહિનામાં ૩.૨૧ ટકા નકારત્મક ભાવાંક નોંધાયો છે. જ્યારે એક વર્ષ પહેલા સમાન સમયગાળામાં ૨.૭૯ ટકા મોંઘવારી દર નોંધાયો હતો. નોધનીય છે કે ૨૫મી માર્ચથી દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જેણે લઈને આગાઉ જથ્થાબંધ મોંઘવારી દર જાહેર કરવાનું માંડી વાળ્યું હતું. જ્યારે મે મહિના દરમિયાન ખાદ્ય મોંઘવારી દર ૧.૧૩ ટકા જોવા મળ્યો હતો. જે એપ્રિલ મહિનામાં ૨.૫૫ ટકા થયો હતો.

ક્રૂડ ઓઈલ અને વીજળીના ઇન્ડેક્સમાં મે મહિના દરમિયાન ૧૯.૮૩ ટકા ડૂબતો જોવા મળ્યો હતો. જે એક મહિના પહેલા એટલેકે એપ્રિલમાં ૧૦.૧૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જયારે મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સ મામલે મે મહિનામાં ૦.૪૨ ટકા ઓછો નોંધાયો છે.

ભાવમાં વધારો થાય અને કિમંતમાં ઘટાડો થાય તો તેને ડિફ્લેશન કહેવામાં આવે છે. જેમાં કરન્સીનું મૂલ્ય વધે અને પ્રોડક્ટની કિંમત ઘટે છે. ઉત્પાદન અને રોજગારી ઘટવાની સાથે-સાથે કિંમત ઘટે છે. જ્યારથી દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યો છે ત્યારથી મોંઘવારીના આંકડા એકત્રિત કરવામાં ઘણી મુશ્કેલીઓ ઉભી થઇ છે. કોર્પેરેટ મિનીસ્ટ્રી તરફથી છેલ્લે એપ્રિલ મહિનમાં WPIના ઓછા આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. 

મે મહિનાની માટે માત્ર ખાદ્ય ચીજવસ્તુઓ, પ્રાથમિક વસ્તુઓ, ઈંધણ અને વીજળી ગ્રુપના જ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. મંત્રાલયના આંકડા મુજબ માર્ચના જથ્થાબંધ ભાવાંક આધારિત મોંઘવારીનો અંતિમ આંકડો ૦.૪૨ ટકા રહ્યો છે. જયારે ૧૪ એપ્રિલ ૨૦૨૦માં તે આંકડો ૧ ટકા જાહેર કર્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top