ઉનાળાની ગરમીમાં કલરફુલ આઈસ ગોલાના નામે તમે કયો બરફ ખાવ છો તે તમે જાણો છો..!? તમે પણ અહીં છેતરાઈ

ઉનાળાની ગરમીમાં કલરફુલ આઈસ ગોલાના નામે તમે કયો બરફ ખાવ છો તે તમે જાણો છો..!? તમે પણ અહીં છેતરાઈ શકો છો..!?

04/24/2024 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

ઉનાળાની ગરમીમાં કલરફુલ આઈસ ગોલાના નામે તમે કયો બરફ ખાવ છો તે તમે જાણો છો..!? તમે પણ અહીં છેતરાઈ

આ ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો ભારે પરેશાન થઇ રહ્યા છે. ત્યારે લોકો ગરમીથી રાહત મેળવવા ખાસ મોડી સાંજ બાદ પરીવાર સાથે આઈસ ગોલાના સેન્ટરો પર લોકોની ભીડ ઊમટી પડતી હોય છે. ત્યારે આપણે જે બરફના ગોલા ખાઈએ છીએ તે બરફની ગુણવત્તા કેવી હોય છે, તેના વિશે આપણે કેટલું જાણીએ છીએ? અમુક વખત કેટલાક આઈસ ગોલા વેપારીઓ દ્વારા વધુ નફો કમાવાના આશયથી ડોમેસ્ટીક આઇસના નામે ઈન્ડસ્ટ્રીયલ આઈસનો ઉપયોગ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય છે


ડોમેસ્ટીક અને ઈન્ડસ્ટ્રીયલ આઇસમાં શું ફરક?

ડોમેસ્ટીક અને ઈન્ડસ્ટ્રીયલ આઇસમાં શું ફરક?

ઈન્ડસ્ટ્રીયલ આઈસનો ઉપયોગ વિવિધ વસ્તુઓને ફક્ત બહારથી ઠંડી રાખવા કરાય છે. ઈન્ડસ્ટ્રીયલ આઇસને ખાદ્ય પદાર્શ તરીકે વાપરી શકાતો નથી. બાસુંદી, મિલ્કશેક, ફ્રુટ, નોનવેજ મટિરીયલ હોય કે તાપમાનના કારણે જેની ગુણવત્તા પર અસર થાય તેવી વસ્તુઓને ઠંડી રાખવા ઈન્ડસ્ટ્રીયલ આઈસને તે વસ્તુઓની આસપાસ મૂકવામાં આવે છે. નિયમ મુજબ ઈન્ડસ્ટ્રીયલ આઇસનુ ઉત્પાદન કરતા એકમોએ બરફની અલગ ઓળખ માટે તેમાં એડીબલ કલરનું મિશ્રણ કરવાનુ હોય છે. પરંતુ તે બરફ ખાવાનો હોતો નથી. ઈન્ડસ્ટ્રીયલ આઈસ એ ડોમેસ્ટીક આઈસની સરખામણીમાં અતિશય સસ્તો વેચાય છે. જયારે ડોમેસ્ટિક આઈસ એટલે જે બરફને ખાવામાં વાપરી શકાય તે. તેને બનાવવા માટે નિયત ધારાધોરણ મુજબના ચોખ્ખા પાણીનો વપરાશ કરવાનો હોય છે.


ઈન્ડસ્ટ્રીયલ કે ડોમેસ્ટિક આઈસમાં પ્રત્યક્ષ નજરે ફરક જણાતો નથી

ઈન્ડસ્ટ્રીયલ કે ડોમેસ્ટિક આઈસમાં પ્રત્યક્ષ નજરે ફરક જણાતો નથી

મળતી માહિતી અનુસાર, જો ઈન્ડ્સ્ટ્રીયલ આઈસ ઉત્પાદકે તેમા એડીબલ કલરનો વપરાશ ન કર્યો હોય, તો પ્રત્યક્ષ નજરે તો ઈન્ડસ્ટ્રીયલ કે ડોમેસ્ટિક આઈસમાં ફરક જણાતો નથી. તેના સેમ્પલનુ લેબોરેટરી ટેસ્ટીંગ કર્યા બાદ જ તેને અલગ શકાય છે. ઈન્ડસ્ટ્રીયલ આઈસની સરખામણીમાં ડોમેસ્ટિક આઈસ પ્રમાણમાં મોંઘો પડે છે. અને તે માટે જ કેટલાક બેઈમાન તત્વો ઈન્ડસ્ટ્રીયલ આઈસનો ખાદ્ય પદાર્થ તરીકે વપરાશ કરી લોકોના આરોગ્યને નુકસાન પહોંચાડતા હોય છે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top