Gujarat : 'હીરાનું શહેર' બન્યું 'ગુનાઓનું શહેર'; સુરતમાં અંગત અદાવતને કારણે વધુ એક યુવકની ગંભીર

Gujarat : 'હીરાનું શહેર' બન્યું 'ગુનાઓનું શહેર'; સુરતમાં અંગત અદાવતને કારણે વધુ એક યુવકની ગંભીર હત્યા

10/01/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat : 'હીરાનું શહેર' બન્યું 'ગુનાઓનું શહેર'; સુરતમાં અંગત અદાવતને કારણે વધુ એક યુવકની ગંભીર

ગુજરાત ડેસ્ક : સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે તેમાં પણ હત્યા જેવી ગંભીર ઘટનાઓ સતત સામે આવી રહી છે, ત્યારે ગતરોજ રાત્રે જુના ઝઘડાની અદાવતમાં કેટલાક મિત્રો બેઠા હતા. ત્યારે જુના ઝઘડાની અદાવત રાખી કેટલાક ઇસમો ઘાતક હથિયારો સાથે આવ્યા હતા. જોકે બેઠેલા તમામ લોકો ભાગી ચૂક્યા હતા પણ રોહિત નામનો એક યુવકની બાઈક સ્લીપ થઈ જતા તે હાથમાં આવી જતાં દસ લોકોએ ભેગા થઈ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું મોત થયું હતું.


ક્રાઈમ સિટી તરીકે પણ ઓળખાવા લાગ્યું

ક્રાઈમ સિટી તરીકે પણ ઓળખાવા લાગ્યું

સિલ્ક સીટી તરીકે ઓળખાતું સુરત હવે ક્રાઈમ સિટી તરીકે પણ ઓળખાવા લાગ્યું છે તેની પાછળ સુરત પોલીસની નિષ્ક્રિયતા છે સતત સુરત પોલીસ ગુના ખોરી ડામવાની વાતો કરે છે તે વચ્ચે હત્યાની ઘટનાઓ સામે આવે છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં ગત મોડી રાત્રે રોહિત નામના યુવકની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી.


ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું

ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું

રોહિત રાજપૂત તેના 6 જેટલા મિત્રો સાથે ઘર નજીક બેસેલો હતો. ત્યારે જૂના ઝઘડાની અદાવતમાં મિલન નામનો વ્યક્તિ પોતાની સાથે આઠથી દસ લોકોને લઈને આવ્યો હતો. જૂના ઝઘડાની અદાવત હોવાને લઈને તે હુમલો કરે તે પહેલા રોહિત સાથે બેઠેલા તમામ લોકો ભાગી ચુક્યા હતા. જ્યાં ભાગવા જતા રોહિતનું બાઈક સ્લીપ થઈ જતા તે આ ઈસમોના હાથમાં આવી ગયો હતો. આ ઈસમો દ્વારા તેના પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.


ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો

ઘટનાની જાણ થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો .બીજી તરફ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આ બાબતે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top