fake doctors caught in Surat: સુરતમાં છેલ્લા કેટલાક સમયથી સતત બોગસ વસ્તુઓ પકડાઈ રહી છે. થોડા દિવસ અગાઉ જ બોગસ હૉસ્પિટલ અને બોગસ નર્સિગ ઇન્સ્ટિટ્યૂટ મળી આવી હતી. જ્યારે હવે સુરતમાંથી 13 જેટલા બોગસ ડૉક્ટરો મળી આવ્યા છે. ગુરુવારે પાંડેસરા પોલીસે ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા 13 ડૉક્ટરો અને ૩ બોગસ ડિગ્રી બનાવતા લોકોને ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી મુજબ, પાંડેસરામાં બોગસ ડૉક્ટરોની દુકાન ખોલીને લોકોની જિંદગી અને સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાની માહિતીના આધારે પાંડેસરામાં તુલસીધામ વિસ્તારમાં કવિતા ક્લિનિક, ઈશ્વર્નાગરમાં શ્રેયાન ક્લિનિક અને કૈલાશ ચોકડી પાસે રણછોડનગરમાં પ્રિન્સ ક્લિનિકમાં છાપેમારી કરવામાં આવી હતી.
આ બોગસ ક્લિનિકમાંથી ઇલેક્ટ્રો હોમિયોપેથીક અને એલોપેથિક દવાઓના જથ્થા સાથે જ ઇન્જેક્શન અને અન્ય શિરપ મળી આવ્યા હતા. આ મામલે પોલીસે BEMS ડિગ્રી સર્ટિફિકેટ સાથે સંચાલકો શશીકાંત મહંતો, સિધાર્થ દેવનાથ અને પાર્થ દેવનાથની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં જે માહિતી સામે આવી એ જાણીને પોલીસ સાથે-સાથે આરોગ્ય વિભાગ પણ ચોંકી ગયો.
ઇલેક્ટ્રો હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ અંગે BEMS ડિગ્રીધારકોને એક કલાકની પણ ટ્રેનિંગ આપવામાં આવતી નહોતી. ટ્રેનિંગઆપવા માટે રૂમ હોલ કે સાધનસામગ્રી પણ નહોતી. સપ્ટેમ્બરમાં જેની સામે બોગસ પ્રેક્ટિસ કરવાનો ગુનો દાખલ થયો હતો, એ વિજય યાદવે ફરિયાદી બનીને જણાવ્યું કે, તે આ ડિગ્રીના આધારે એલોપેથિક પ્રેક્ટિસ કરી શકશે અને દવા પર આપી શકે છે. સર્ટિફિકેટ રીન્યૂ કરવાના સમયે રૂપિયાની ઉઘરાણી કરવા ધાકધમકી આપવામાં આવતી હતી. બોગસ ડિગ્રી રેકેટ ચલાવવામાં ડિગ્રીની કુલ ફીમાંથી 30 ટકા રકમ આપતો હતો. તપાસમાં અત્યાર સુધી 1400-1500 લોકોને આ રીતે ડિગ્રી આપી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમની ઓળખ, રાકેશભાઇ ચંદુભાઇ પટેલ (ઉંમર 42 વર્ષ રહે. સ્વસ્તિક રેસિડેન્સી, ડિડોલી), આમીન જાફરભાઇ ખાન (ઉંમર 34 વર્ષ રહે. હળપતિ કોલોની માનદરવાજા, મૂળ-મધ્યપ્રદેશ), સમીમ સીરાજઉદ્દીન અંસારી (ઉંમર 38 વર્ષ, રહે. પ્લોટ નંબર-10 અને 11 ગરીબ નવાઝનગર, એકતા ચોકડી, ભેસતાન.,મૂળ રહે., બિહાર), સૈયદ અબ્બેબક્કર અબદુલબંસલ(ઉંમર 35 વર્ષ, રહે. આસ્માનગર ઉન. મૂળગામ.બિહાર), મોહંમદ ઇસ્માઇલ રહિમુદ્દીન શેખ (ઉંમર 30 વર્ષ,રહે.મુસ્તાકભાઈ અહેમદભાઇ મન્સુરીના મકાનમાં શાસ્ત્રીનગર લિંબાયત મૂળ- પશ્ચિમ બંગાળ),
તબરીશ સલીમ સૈયદ (ઉ.વ.37 રહે. સુમન સિદ્ધિ સોસાયટી લિંબાયત મૂળ.,મહારાષ્ટ્રા), રાહુલ તુરંતલાલ રાઉત (ઉ.વ.23,રહે.રમાબાઇ ચોક મીઠી ખાડી લિંબાયત, મૂળ.,બિહાર), શશીકાંત મીશ્રી મહંતો(ઉં.વ.44રહે.કેશવનગર સોસાયટી હાઉસિંગ બમરોલી રોડ પાંડેસરા મૂળ રહે. બિહાર), સિધ્ધાર્થ કાલીપદ દેવનાથ (ઉ.વ. 38 રહે. પ્લોટ નં. ૧૩૧ તૃપ્તીનગર મિલન પોઇન્ટ પાંડેસરા સુરત મૂળ રહે.વેસ્ટબંગાલ), પાર્થ કાલીપદ દેબનાથ (ઉ.વ.38 ક્લિનિક એડ્રસ.૨૧૭ ઇશ્વરનગર સોસાયટી, કૈલાશ ચોકડી પાસે, પાંડેસરા સુરત રહે. પ્લોટ નં. ૧૩૧ તૃપ્તીનગર મિલન પોઇન્ટ પાંડેસરા.,મૂળ રહે.,વેસ્ટબંગાલ) તરીકે થઇ છે.