Rape Case: દલિત છોકરી સાથે 14 પ્રભાવશાળી લોકોએ 2 વર્ષ સુધી કર્યો રેપ, 15 વર્ષની ઉંમરમાં થઈ ગઈ 8 મહિનાની ગર્ભવતી
Andhra Pradesh Rape Case: આંધ્ર પ્રદેશથી 13 વર્ષની દલિત છોકરી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પોલીસે જણાવ્યું કે 14 લોકોએ લગભગ 2 વર્ષ સુધી તેના પર બળાત્કાર કર્યો. જ્યારે પીડિતા ગર્ભવતી થઈ ગઈ, ત્યારે તેની માતાએ પોલીસનો સંપર્ક કર્યો. આ કેસમાં અત્યાર સુધીમાં 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, આ ઘટના છોકરી સાથે ત્યારે શરૂ થઈ હતી જ્યારે તે 13 વર્ષની હતી અને ધોરણ 8માં અભ્યાસ કરતી હતી. પોલીસે જણાવ્યું કે છોકરીના પિતાનું લગભગ 3 વર્ષ અગાઉ મોત થઈ ગયું હતું. ત્યારબાદ તેની માતા કર્ણાટકની સરહદ નજીકના એક ગામમાં રહેવા જતી હતી. એક આરોપીએ છોકરી અને તેના સહપાઠીને સાથે બેઠેલા જોયા અને તેના મોબાઇલ ફોન પર બંનેના ફોટા પડી લીધા. ત્યારબાદ 2 આરોપીઓએ છોકરીને ધમકી આપી હતી કે તેઓ તેના ફોટા સોશિયલ મીડિયા પર લીક કરી દેશે. તેમણે છોકરીને તેમની માગણીઓ પૂરી કરવા પર મજબૂર કરી દીધી અને તેના પર બળાત્કાર કર્યો. એટલું જ નહીં, તેમણે આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો. ત્યારબાદ મુખ્ય આરોપીના મિત્રોએ પણ વીડિયો અને ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને છોકરીનું શોષણ કર્યું.
જ્યારે છોકરી ગર્ભવતી થઈ ગઈ, ત્યારે પીડિતાની માતાને ઘટનાની જાણ થઈ. તેણે જૂનના પહેલા અઠવાડિયામાં પોલીસને જાણ કરી. 9 જૂને પોલીસે 6 લોકોની ધરપકડ કરી અને પછી 11 વધુ લોકોની ધરપકડ કરી. અધિકારીઓએ જણાવ્યું કે 15 વર્ષની પીડિતા 8 મહિનાની ગર્ભવતી છે અને તેનો ગર્ભપાત કરવો ખતરનાક બની શકે છે. પીડિતા આંધ્રપ્રદેશની એક જિલ્લા હોસ્પિટલમાં દાખલ છે. SP વી. રત્નાએ જણાવ્યું કે, તેની નાની ઉંમર, નબળાઈ અને જાતિને કારણે આરોપી 2 વર્ષ સુધી તેનું શોષણ થતું રહ્યું અને 15 વર્ષની ઉંમરે તેને ગર્ભવતી બનાવી દીધી. તેના વર્ગ શિક્ષકે એ પણ ન બતાવ્યું તેણે શાળા છોડી દીધી છે. પોલીસે કહ્યું કે પીડિતાને ઘરે મોકલવી એ કોઈ વિકલ્પ નથી. કારણ કે આરોપી તેના ગામના પ્રભાવશાળી સમુદાયમાંથી આવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર 15 વર્ષની છોકરી ઉચ્ચ જાતિના પ્રભુત્વ ધરાવતા ગામમાં અનુસૂચિત જાતિ (માડિગા સમુદાય)ની છે.
SPએ કહ્યું કે, બાળકીને ડિલિવરી સુધી હોસ્પિટલમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને તેના ગામ પરત મોકલી દેવામાં આવે, તો શું થશે તે કોઈને ખબર નથી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપી જેલમાં હોવા છતા તેઓ પીડિતાને કેસ પાછો ખેંચવા માટે દબાણ કરવા માટે કોઈપણ માધ્યમનો ઉપયોગ કરી શકે છે. દલિત હોવાને કારણે, તે અને તેની માતા નબળા છે અને તેમને હાર માનવા માટે દબાણ કરવામાં આવી શકે છે.
પોલીસે જણાવ્યું હતું કે પીડિતાને કાઉન્સેલિંગ અને અન્ય સંભાળ પૂરી પાડવામાં આવી રહી છે. રક્ત પરીક્ષણોમાં જાણવા મળ્યું છે કે તે એનિમિયાની શિકાર છે અને ડિપ્રેશનથી પણ પીડાઈ રહી છે. ડિલિવરી બાદ માતા અને બાળકને સરકારી મહિલા ગૃહમાં ખસેડવામાં આવશે. પોલીસ રિમાન્ડ રિપોર્ટમાં 17 આરોપીઓના નામ છે. તેમાં 14 લોકોએ કથિત રીતે લગભગ 2 વર્ષ સુધી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને 3 લોકો પર ગુના બાબતે જાણતા હોવા છતાંપોલીસનો સંપર્ક ન કરવાનો આરોપ છે. આ 3 લોકોમાં પીડિતાના સગીર સહપાઠીનો પણ સમાવેશ થાય છે. બધાની ધરપકડ કરવામાં આવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp