કોલકાતા લૉ કોલેજ ગેંગરે*પ કેસની ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા, એક્ઝોસ્ટ ફેનના છિદ્રમાંથી..’
કોલકાતા લૉ કોલેજ કેસમાં પોલીસે દાખલ કરેલી 650 પાનાંની ચાર્જશીટમાં ઘણા મોટા ખુલાસા થયા છે. આ ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે મુખ્ય આરોપીએ પીડિતાના ઘણા વીડિયો બનાવ્યા હતા, જેનો ઉપયોગ કરીને તે તેને બ્લેકમેલ કરતો હતો. પોલીસને જાણવા મળ્યું કે મહિલાની મેડિકલ તપાસમાં બળાત્કારની વાત સામે આવી છે અને આરોપીના DNA ટેસ્ટ ફોરેન્સિક પુરાવા સાથે મેળ ખાય છે.
25 જૂનના રોજ મુખ્ય આરોપી અને કોલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી મનોજીત મિશ્રા, સહ-આરોપી ઝૈબ અહમદ અને પ્રમિત મુખર્જીએ દક્ષિણ કોલકાતા લો કોલેજ કેમ્પસમાં પહેલા સેમેસ્ટરની વિદ્યાર્થીની પર ગેંગરે*પ કર્યો હતો, જેમાં 4 આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. ચોથા આરોપી તરીકે સુરક્ષા ગાર્ડ પિનાકી બેનર્જીનું પણ નામ સામેલ છે.
ચાર્જશીટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ મળી આવ્યા છે, જેમાં આરોપીઓ પીડિતાને ધસડીને બંધક બનાવતા જોવા મળે છે. અન્ય આરોપીઓના મોબાઇલ ફોનમાંથી પીડિતાના ઘણા અશ્લીલ વીડિયો મળી આવ્યા છે, જે દિવાલમાં લગાવેલા એક્ઝોસ્ટ ફેનના છિદ્રમાંથી લેવામાં આવ્યા હતા.
રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે તપાસમાં મળેલા વીડિયોમાં કેટલાક અવાજો છે, જે આરોપીઓ સાથે મેળ ખાય છે. ઉપરાંત, ઘટનાસ્થળે આરોપીનું મોબાઇલ લોકેશન પણ મળી આવ્યું હતું. ચાર્જશીટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે નજીકની પોલીસને જાણ કરવાને બદલે, સુરક્ષા ગાર્ડે રૂમને તાળું મારી દીધું હતું, જે આરોપીઓની યાદીમાં સામેલ છે.
આ અગાઉ આરોપી મનોજીત મિશ્રાની અન્ય કેસોમાં 8 વખત ધરપકડ કરવામાં આવી છે, પરંતુ તેના મિત્રોએ તેને જામીન પર મુક્ત કરાવ્યો હતો. 2024થી કોલેજમાં કામચલાઉ કર્મચારી તરીકે કામ કરતા આરોપી મનોજીતને બરતરફ કરવામાં આવ્યો હતો. આ સાથે બંને આરોપી વિદ્યાર્થીઓને પણ કોલેજમાંથી કાઢી મૂક્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp