Surat: વધુ 2 બોગસ ડૉક્ટર ઝડપાયા, આ વખતે તો એક મહિલા પણ સામેલ છે

Surat: વધુ 2 બોગસ ડૉક્ટર ઝડપાયા, આ વખતે તો એક મહિલા પણ સામેલ છે

12/24/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Surat: વધુ 2 બોગસ ડૉક્ટર ઝડપાયા, આ વખતે તો એક મહિલા પણ સામેલ છે

Fake Doctors in Surat: જાણે હવે કે સુરત નકલી ચીજવસ્તુઓનો ગઢ બનતો જઈ રહ્યો છે. પછી તે નકલી ડૉક્ટરો હોય, કે પછી નકલી બનાવટની વસ્તુઓ હોય. તાજેતરમાં જ પોલીસે નકલી ડિગ્રીથી ક્લિનિક ચલાવતા રસેશ ગુજરાતી સહિત 10થી વધુ નકલી ડૉક્ટરોની ધરપકડ કરી હતી. હવે સુરતથી વધુ 2 બોગસ ડોક્ટર ઝડપાયા છે, તેમાંથી એક મહિલા બોગસ ડૉક્ટરનો પણ સમાવેશ થાય છે.


ઉમરા પોલીસે બંને બોગસ ડૉક્ટરો સામે કેસ નોંધ્યા

ઉમરા પોલીસે બંને બોગસ ડૉક્ટરો સામે કેસ નોંધ્યા

પોલીસે બંનેને ડિગ્રીઓ રજૂ કરવાનો સમય પણ આપ્યો હતો. જો કે તેઓ નક્કી કરેલા સમય દરમિયાન કોઈ ડિગ્રી રજૂ કરી શક્યા નહોતા, જેથી ઉમરા પોલીસે મોડી રાત્રે બંને બોગસ ડૉક્ટરો સામે ગુનો નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે લલિતા સિંહ એક ડિમ્પલ નામની મહિલાના ઘરમાં બોગસ ક્લિનિક ચલાવતી હતી અને સામાન્ય બીમારીવાળા દર્દીઓની સારવાર કરતી હતી. અને જો કોઈ ગંભીર બીમારીવાળા દર્દી આવે તો નજીકની હૉસ્પિટલમાં રિફર કરતી હતી.


એક ડૉક્ટરે જ બોગસો વિશે માહિતી આપી હતી

એક ડૉક્ટરે જ બોગસો વિશે માહિતી આપી હતી

મળતી માહિતી મુજબ, ઉમરાની એક હૉસ્પિટલના ડૉક્ટરે પોલીસને જાણ કરી હતી કે તેમની હૉસ્પિટલે આવતા દર્દીઓ, જે લોકોનો રેફરન્સ લઈને આવે છે તેઓ બોગસ ડૉક્ટરો છે. જેથી પોલીસે બંને સ્થળોએ તપાસ હાથ ધરી હતી, જેમાં આ બોગસ ડૉક્ટરો ઝડપાયા છે. જૂના મગદલ્લામાં ઘરમાં ક્લિનિક ચલાવતા લલીતાબેન ક્રિપાશંકર સિંહ (ઉંમર 40 વર્ષ) અને મગદલ્લાના ભવાની સ્ટ્રીટમાં ક્લિનિક ચલાવતાવતા પ્રયાગ રામચંદ્ર પ્રસાદ (57 વર્ષ) પાસે કોઈ જરૂરી ડિગ્રી નહોતી. એ છતા બંને છેલ્લા કેટલાક વર્ષોથી બોગસ પ્રેક્ટિસ કરી રહ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top