સુરક્ષા દળોનો મોટો પ્રહાર, આ જગ્યાએ 22 નક્સલીઓ ઠાર મરાયા

સુરક્ષા દળોનો મોટો પ્રહાર, આ જગ્યાએ 22 નક્સલીઓ ઠાર મરાયા

03/20/2025 National

SidhiKhabar

SidhiKhabar

સુરક્ષા દળોનો મોટો પ્રહાર, આ જગ્યાએ 22 નક્સલીઓ ઠાર મરાયા

Bijapur Encounter: છત્તીસગઢના બીજાપુર અને કાંકેરમાં સુરક્ષા દળોએ નક્સલવાદીઓ વિરુદ્ધ મોટું ઓપરેશન હાથ ધર્યું. સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં કુલ 22 નક્સલીઓ માર્યા ગયા. બીજાપુર પોલીસે જણાવ્યું હતું કે બીજાપુર-દંતેવાડા સરહદ પર ગંગાલૂર પોલીસ સ્ટેશન હેઠળના જંગલ વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન 18 નક્સલીઓ માર્યા ગયા હતા. જ્યારે કાંકેરમાં 4 નક્સલીઓ માર્યા ગયા. બસ્તરના IG સુંદરરાજ પીએ પુષ્ટિ કરી છે.

આ એન્કાઉન્ટર બીજાપુરના ગંગાલૂર વિસ્તારમાં એન્ડ્રીના જંગલોમાં થયું હતું. SP જિતેન્દ્ર યાદવે જણાવ્યું કે એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઘર્ષણ એ સમયે શરૂ થયું, જ્યારે સુરક્ષા દળોની સંયુક્ત ટીમ ગંગાલૂર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલ વિરોધી અભિયાન પર હતી. આ વિસ્તારમાં હજુ પણ સમયાંતરે ગોળીબાર ચાલુ છે. આ સંદર્ભમાં વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.


ગોળા-બારુદ મળી આવ્યા

ગોળા-બારુદ મળી આવ્યા

DRG, STF અને CRPFની સંયુક્ત ટીમ બીજાપુર અને દાંતેવાડાના સરહદી વિસ્તારમાં ગંગલોર પોલીસ સ્ટેશન હેઠળ નક્સલ વિરોધી કાર્યવાહી પર નીકળી હતી. આ કાર્યવાહી દરમિયાન ગુરુવારે સવારે માઓવાદીઓ અને સુરક્ષા બળો વચ્ચે સતત ગોળીબાર થયો હતો, ત્યારબાદ આ વિસ્તારમાં શોધખોળ દરમિયાન, જ્યાં ઘર્ષણ થયું હતું ત્યાંથી 2 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા હતા, જેમાં મોટી માત્રામાં હથિયારો અને ગોળા-બારુદ પણ મળી આવ્યા હતા. આ એન્કાઉન્ટરમાં બીજાપુર DRGના એક જવાન પણ શહીદ થઇ ગયા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top