26 વર્ષીય યુવતીએ સુરત સિવિલ હોસ્પિટલ પરિસરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, 10 દિવસ અગાઉ જ..
સુરત સિવિલ હોસ્પિટલ કોઈક ને કોઈક કારણોસર વારંવાર ચર્ચામાં આવી જાય છે. ક્યારેક અહીથી માસૂમ અને નવજાત બાળકો ચોરાઇ જાય છે તો ક્યારેક સ્ટાફ પોતાના વ્યવહારને કારણે વિવાદમાં આવી જાય છે. થોડા દિવસ અગાઉ જ સુરત સિવિલ હોસ્પિટલમાં બળાત્કારી આસારામની આરતી કરવામાં આવી હતી અને તેમાં હોસ્પિટલનો સ્ટાફ પણ સામેલ થયો હતો. તો હવે સુરત સિવિલ હોસ્પિટલ ફરી ચર્ચામાં આવી છે. અહી એક 26 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.
મૃતક પૂજા કુશવાહ મૂળ ઉત્તર પરદેશની રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી સુરતના હજીરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી હતી. યુવતીએ 10 દિવસ અગાઉ જ એક બાળકને જન્મ આપ્યો હતો. મહિલાએ લગ્નના 8 વર્ષ બાદ બાળકને જન્મ આપ્યો હતો. બાળક બીમાર હોવાથી હોસ્પિટલમાં 10 દિવસથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે. મૃતક યુવતી ગઈકાલ રાતથી હોસ્પિટલમાંથી અચાનક ગાયબ થઈ ગઈ હતી, જેથી પરિવારે મોડીરાત સુધી તેની શોધખોળ કરી હતી, પરંતુ આજે સવારે સિવિલ હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગની સામે ઝાડ પર તે લટકતી હાલતમાં મળી આવી હતી. પરિવારે આ અંગે જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરતા આત્મહત્યાનું સાચું કારણ જાણવા પ્રયાસો હાથ ધર્યા છે. .
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp