Rajasthan: જયપુરમાં CNG ભરેલી ટ્રકમાં વિસ્ફોટ થતા અનેક વાહનો ઝપેટમાં, 5 લોકોના મોત, 40થી વધુ ઇજ

Rajasthan: જયપુરમાં CNG ભરેલી ટ્રકમાં વિસ્ફોટ થતા અનેક વાહનો ઝપેટમાં, 5 લોકોના મોત, 40થી વધુ ઇજાગ્રસ્ત; જુઓ વીડિયો

12/20/2024 National

SidhiKhabar

SidhiKhabar

Rajasthan: જયપુરમાં CNG ભરેલી ટ્રકમાં વિસ્ફોટ થતા અનેક વાહનો ઝપેટમાં, 5 લોકોના મોત, 40થી વધુ ઇજ

Jaipur CNG Truck Blast: રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. શુક્રવારે વહેલી સવારે જયપુરમાં DPS સ્કૂલ પાસેના પેટ્રોલ પંપ પર બ્લાસ્ટ થયો હતો. CNG ગેસ ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. અનેક લોકો અને વાહનો સળગી ગયા હતા. અકસ્માતના કારણે અજમેર હાઈવે પર લાંબો જામ થઈ ગયો હતો. થોડી જ વારમાં 10 કરતા વધુ વધુ વાહનોમાં આગ લાગી હતી.


એક પછી એક અનેક બ્લાસ્ટ થયા

એક પછી એક અનેક બ્લાસ્ટ થયા

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે પહેલા એક CNG ટ્રક અને અન્ય ટ્રક વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. આ ભીષણ અથડામણ બાદ CNG ટ્રકમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ એક પછી એક અનેક બ્લાસ્ટ થયા. આજુબાજુના વાહનો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. 20થી વધુ વાહનોમાં આગ લાગી ગઇ હતી.


અકસ્માતની ઝપેટમાં આવી મુસાફરોથી ભરેલી બસ

આ અકસ્માતમાં 12 લોકો માઠી રીતે દાઝી ગયા છે. એક બસ પણ અકસ્માતની ઝપેટમાં આવી ગઈ હતી. મુસાફરોએ કોઈક રીતે બસમાંથી નીચે ઉતરીને પોતાનો જીવ બચાવ્યો હતો. આગમાં દાઝી ગયેલા લોકોને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ, સિવિલ ડિફેન્સ પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી વાહનોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. 40 કરતા લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


શુક્રવારે સવારે આ અકસ્માત થયો હતો

શુક્રવારે સવારે આ અકસ્માત થયો હતો

આ અકસ્માત શુક્રવારે સવારે 5.30 વાગ્યે ભાંક્રોટક ડી ક્લોથોંન પાસે થયો હતો. હજુ પણ અનેક વાહનોમાં આગ લાગી છે. પોલીસ અને ફાયર વિભાગ વાહનોમાં લાગેલી આગને ઓલવવાના પ્રયાસો કરી રહ્યા છે.

અકસ્માતની ગંભીરતાને જોઈને મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી અકસ્માત સ્થળ પર ગયા અને અધિકારીઓને મળ્યા. અકસ્માતનું કારણ પણ જાણયુ. આ દરમિયાન ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને SMS હૉસ્પિટલના ઈમરજન્સી વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top