નાનકડી ભૂલના કારણે 5 જીવ ગયા, સમાચાર વાંચીને ઠંડીથી બચવા ઇલેક્ટ્રિક બ્લોઅર ચાલુ કરીને સૂવા

નાનકડી ભૂલના કારણે 5 જીવ ગયા, સમાચાર વાંચીને ઠંડીથી બચવા ઇલેક્ટ્રિક બ્લોઅર ચાલુ કરીને સૂવાનું ભૂલી જશો

01/06/2025 National

SidhiKhabar

SidhiKhabar

નાનકડી ભૂલના કારણે 5 જીવ ગયા, સમાચાર વાંચીને ઠંડીથી બચવા ઇલેક્ટ્રિક બ્લોઅર ચાલુ કરીને સૂવા

Srinagar Family Killed due to Electric Blower: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં એક જ પરિવારના 5 સભ્યોના મોત થઇ ગયા છે. એક ભૂલે પરિવારના 5 સભ્યોના જીવ લઇ લીધા. પરિવાર ઠંડીથી બચવા માટે ઈલેક્ટ્રિક બ્લોઅર પર સૂઈ ગયો હતો, પરંતુ ગૂંગળામણને કારણે પાંચેયના મોત થઇ ગયા હતા. સવારે જ્યારે પરિવાર ન જાગ્યો ત્યારે પડોશીઓને કંઈક અઘટિત થવાની આશંકા ઉપજી. તેમણે પોલીસને ફોન કરીને મામલાની જાણકારી આપી.

જ્યારે પોલીસે ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે તેમને એક પુરુષ, મહિલા અને તેમના 3 બાળકો બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતા. પોલીસ તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગઈ, પરંતુ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના શ્રીનગરના પંડરેથાન વિસ્તારના શેખ મોહલ્લામાં બની હતી. આ ઘટના રવિવારે સવારે પ્રકાશમાં આવી હતી. મૃતકો ભાડાના મકાનમાં રહેતા હતા. રાજ્યના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.


મુખ્યમંત્રી અને લેફ્ટનન્ટ ગવર્નરે શોક વ્યક્ત કર્યો

મુખ્યમંત્રી અને લેફ્ટનન્ટ ગવર્નરે શોક વ્યક્ત કર્યો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૃતકોની ઓળખ 38 વર્ષીય એજાઝ અહમદ ભટ, તેની 32 વર્ષીય પત્ની સલીમા અને તેમના ત્રણ બાળકો, 3 વર્ષીય અરીબ, 18 મહિનાનો હમઝા અને એક મહિનાના નવજાત તરીકે થઈ છે.. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ તેમના એક્સ હેન્ડલ્સ પર આ ઘટના અંગે પોસ્ટ લખી હતી.

તેમણે લખ્યું કે શ્રીનગરના પાંડેરેથાન વિસ્તારના શેખ મોહલ્લામાં બનેલી ઘટના વિશે તેમને જાણ થઈ. દુ:ખદ ઘટનામાં અમૂલ્ય જિંદગીઓ ગુમાવવાથી દુઃખી છું. આ દુઃખની સમયમાં શોકમગ્ન પરિવાર પ્રત્યે ઊંડી સંવેદનાઓ છે. ભગવાન તેમને આ ભરાઈ ન શકે તેવી ખોટનો સામનો કરવાની શક્તિ અને ધીરજ આપે. મુખ્યમંત્રીએ લોકોને કડક ઠંડીથી બચવા માટે હીટિંગ અને ઈલેક્ટ્રીક ગેજેટ્સનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવાની સલાહ આપી છે, જેથી આવી ઘટનાઓ ન બને.


પાડોશીઓએ ફોન કરીને કંટ્રોલ રૂમને જાણ કરી હતી

પાડોશીઓએ ફોન કરીને કંટ્રોલ રૂમને જાણ કરી હતી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસ સૂત્રોએ જણાવ્યું કે કંટ્રોલ રૂમમાં એક કૉલ આવ્યો હતો. ફોન કરનારે જણાવ્યું કે તેમના પાડોશમાં 5 લોકો ભાડાના મકાનમાં રહે છે, પરંતુ આજે સવારથી ઘરમાં કોઈ હિલચાલ નથી. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બેલ વગાડવા છતા કોઈએ દરવાજો ન ખોલ્યો. જ્યારે પોલીસ દરવાજો તોડીને અંદર પ્રવેશી ત્યારે તેમને પાંચેય લોકો બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતા.

ઇમરજન્સી ટીમો અને પોલીસ તાત્કાલિક પાંચેયને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ પાંચેયને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. પરિવાર મૂળ બારામુલાનો હતો અને અહીં ભાડાના મકાનમાં રહેતો હતો. પાંચેય લોકો જે રૂમમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા તે રૂમમાંથી ઇલેક્ટ્રિક બ્લોઅર મળી આવ્યું હતું. તેથી પાંચેયના મોત શ્વાસ રૂંધાવાથી થયા હોવાની આશંકા છે. મામલાની સ્પષ્ટતા કરવા માટે, કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top