આ જગ્યાએ 500 વર્ષ જૂનું શિવ મંદિર મળ્યુ, જમીન ધસી પડવાને કારણે થયો ખુલાસો; જુઓ વીડિયો
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બિહારની રાજધાની પટનામાં ખોદકામ બાદ સેંકડો વર્ષ જૂનું મંદિર મળી આવ્યું છે. આ ઘટના સુલ્તાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના મઠ લક્ષ્મણપુર વિસ્તારમાંથી સામે આવી છે. 5 જાન્યુઆરી રવિવારના રોજ અહીં જમીન ગુફામાં ધસી જતા ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામ દરમિયાન સેંકડો વર્ષ જૂનું શિવ મંડપ મંદિર મળી આવ્યું હતું. પટનાના મઠ લક્ષ્મણપુરમાં શિવ મંદિરની શોધના સમાચાર મળતા જ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. નજીકના લોકો સ્થળ પર પહોંચી ગયા અને ભગવાન શિવનો જયકારો લગાવવા લાગ્યા હતા.
આસપાસના લોકોએ જણાવ્યું કે વર્ષો અગાઉ અહીં એક મઠ હતો. પારિવારિક તકરાર બાદ કચરો ફેંકવાને કારણે તે જમીનમાં આમ જ પડ્યો હતો. રવિવારે જમીન ધસી ગયા બાદ લોકોની જાગૃતિ વધતી ગઇ અને ધીમે-ધીમે જ્યારે તેનું ખોદકામ કરવામાં આવ્યું ત્યારે એક ભવ્ય શિવ મંડપ મંદિર મળી આવ્યું હતું. શિવ મંડપ મંદિરના દર્શન કરવા આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ત્યાં પણ લોકોએ શિવ મંડપમાં શિવલિંગની પૂજા શરૂ કરી દીધી.
#WATCH | A 500-year-old ancient Shiva temple unearthed in Sultanpur, Patna, Bihar.Our suppressed ancient history, buried by invaders, is now unfolding before our eyes—each chapter reclaiming its rightful place in time. 🧡🙌 pic.twitter.com/kxxAje2MVx — Ashwini Shrivastava (@AshwiniSahaya) January 6, 2025
#WATCH | A 500-year-old ancient Shiva temple unearthed in Sultanpur, Patna, Bihar.Our suppressed ancient history, buried by invaders, is now unfolding before our eyes—each chapter reclaiming its rightful place in time. 🧡🙌 pic.twitter.com/kxxAje2MVx
સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ મંડપ લગભગ 500 વર્ષ જૂનો લાગે છે. અહીં બે વીઘાનો પ્લોટ હતો અને તેના પર કેટલાક લોકોએ ગેરકાયદેસર કબજો કર્યો હતો. કોર્ટના આદેશ બાદ જ્યારે તેની સફાઈ અને ખોદકામ કરવામાં આવ્યું ત્યારે અંદરથી પથ્થરથી બનેલું શિવ મંડપ મંદિર મળી આવ્યું હતું. સ્થાનિક લોકોનું પણ માનવું છે કે આ મઠમાં વધુ ખોદકામ કરવામાં આવશે. લોકો એમ પણ કહે છે કે તેના ખોદકામથી ભગવાનની ઘણી વધુ મૂર્તિઓ મળી શકે છે. સ્થાનિક લોકો ભગવાન શિવની પૂજા શરૂ કરી દીધી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp