‘શ્રી લૈરાઈ જાત્રા’ દરમિયાન મચી ભાગદોડ, 7 લોકોના મોત; 30 લોકો ઇજાગ્રસ્ત

‘શ્રી લૈરાઈ જાત્રા’ દરમિયાન મચી ભાગદોડ, 7 લોકોના મોત; 30 લોકો ઇજાગ્રસ્ત

05/03/2025 National

SidhiKhabar

SidhiKhabar

‘શ્રી લૈરાઈ જાત્રા’ દરમિયાન મચી ભાગદોડ, 7 લોકોના મોત; 30 લોકો ઇજાગ્રસ્ત

Goa Temple Stampede: ગોવાના શિરગાંવમાં આયોજિત શ્રી લૈરાઈ 'જાત્રા' દરમિયાન શુક્રવારે (02 મે, 2025) રાત્રે એક દુર્દનાક અકસ્માત થયો. અહીંના લેરાઈ મંદિરમાં ભાગદોડમાં 7 લોકોના મોત થઇ ગયા અને 30 લોકો ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઇ ગયા છે. ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત ત્યારે થયો, જ્યારે અચાનક મોટી ભીડમાં અફરાતફરી મચી ગઇ, જેના કારણે લોકો પોતાનો જીવ બચાવવા માટે આમ-તેમ દોડવા લાગ્યા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, નાસભાગ દરમિયાન પરિસ્થિતિ અત્યંત ભયાનક બની ગઈ હતી અને લોકો એક-બીજા પર પડતા-પડતા નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ, અને ઈમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલોમાં દાખલ કરાવવામાં આવ્યા છે.


ભાગદોડ પાછળનું કારણ

ભાગદોડ પાછળનું કારણ

અધિકારીઓએ અત્યાર સુધી નાસભાગ પાછળના કારણની સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ પ્રાથમિક અહેવાલો મુજબ, ભીડ વધુ હોવા અને યોગ્ય વ્યવસ્થાના અભાવે આ અકસ્માત થયો. ઘટના સંબંધિત વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. આ ઘટનાને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ઇજાગ્રસ્તોનું સ્વાસ્થ્ય જાણવા માટે હૉસ્પિટલની મુલાકાત લીધી હતી.


મંદિરમાં 1000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા

મંદિરમાં 1000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા

શુક્રવારે શરૂ થયેલી ‘શ્રી દેવી લૈરાઈ યાત્રા દરમિયાન આ નાસભાગ મચી ગઈ હતી. જેમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો. યાત્રા માટે લગભગ 1,000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. વહીવટીતંત્ર સંપૂર્ણપણે સતર્ક હતું. ભીડની ગતિવિધિઓનું હવાઈ નિરીક્ષણ કરવા માટે ડ્રોન પણ તૈનાત કરવામાં આવ્યા હતા. આ અગાઉ શુક્રવારે મુખ્યમંત્રી સાવંત, તેમના પત્ની સુલક્ષણા, રાજ્યસભાના સાંસદ સદાનંદ શેટ તનાવડે અને ધારાસભ્ય પ્રેમેન્દ્ર શેટ અને કાર્લોસ ફરેરાએ યાત્રાની  મુલાકાત લીધી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top