રાજકોટમાં 4 પાકિસ્તાની અને 6 બાંગ્લાદેશી ઝડપાયા, LCBની ટીમે શરૂ કરી તપાસ

રાજકોટમાં 4 પાકિસ્તાની અને 6 બાંગ્લાદેશી ઝડપાયા, LCBની ટીમે શરૂ કરી તપાસ

05/03/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

રાજકોટમાં 4 પાકિસ્તાની અને 6 બાંગ્લાદેશી ઝડપાયા, LCBની ટીમે શરૂ કરી તપાસ

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. આ હુમલા બાદ ભારત સતત મોટી-મોટી કાર્યવાહી કરી રહ્યું છે. પછી સિંધુ જળ સંધિ રદ કરવાની હોય કે પાકિસ્તાની વસ્તુઓની આયાત બંધ કરવાની. આ સાથે જ ભારતે પાકિસ્તાનીઓના તમામ વિઝા રદ કરી દીધા છે અને તેમને વહેલી તકે પાકિસ્તાન પરત ફરવા કહેવામા આવ્યું છે, ત્યારે ગુજરાતમા ગેરકાયદેસર રહેતા પાકિસ્તા અને બાંગ્લાદેશીઓની ઓળખ કરીને ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અનુસંધાને ગત દિવસોમાં ઘણા શહેરોમાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી અને અનેક બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી હતી. એજ રીતે રાજકોટમાંથી 4 પાકિસ્તાની અને 6 બાંગ્લાદેશી ઝડપાયા છે.


રાજકોટમાંથી ઝડપાયા પાકિસ્તા અને બાંગ્લાદેશી

રાજકોટમાંથી ઝડપાયા પાકિસ્તા અને બાંગ્લાદેશી

મળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લામાંથી 4 પાકિસ્તાની નાગરિક ઝડપાયા છે. તેમાંથી એક સગીર પણ છે. કહેવામા આવી રહ્યું છે કે તેઓ વર્ષો અગાઉ પાકિસ્તાનથી રાજકોટ આવ્યા હતા અને ત્યારબાદ તેઓ પાકિસ્તાન જ ન ગયા. તેઓ રાજકોટ જિલ્લામાં લગભગ 20 વર્ષ કરતા વધુ સમયથી ગેરકાયદે રહેતા હોવાની માહિતી મળી રહી છે. રાજકોટ ગ્રામ્ય LCBની ટીમે લોધિકા તાલુકામાં 4 પાકિસ્તાનીને લાવી પૂછપરછ શરૂ કરી છે.

આ સિવાય પોલીસે રાજકોટના ભગવતીપરા, મોરબી રોડ, રામનાથપરા, જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. જેમાં આ 6 બાંગ્લાદેશી નાગરિક ઝડપાયા હતા. હવે, રાજકોટમાંથી ઝડપાયેલા બાંગ્લાદેશીઓની સંખ્યા 21 થઈ ગઈ છે.


પરિવાર પાસે ભારતીય ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ સહિત પુરાવા નહોતા

પરિવાર પાસે ભારતીય ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ સહિત પુરાવા નહોતા

ઘૂસણખોરીને લઈને રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવા અંગે આદેશ અપાયા બાદ રાજકોટ રેન્જ IG અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાની પોલીસ તેમજ ગ્રામ્ય SOG અને LCBની ટીમ દ્વારા વિભિન્ન વિસ્તારમાં ઘૂસણખોરીને લઈને તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજકોટ ગ્રામ્ય LCB પોલીસની ટીમને બાતમી મળી હતી કે રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં પાકિસ્તાની નાગરિક ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા છે, જેના આધારે પોલીસ ટીમે ત્યાં પહોંચીને તપાસ કરી હતી.

પોલીસ ટીમે લોધિકા પહોંચીને તપાસ હાથ ધરતા એક પરિવાર મળી આવ્યો હતો. જેની પાસે ભારતીય ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ સહિતના પુરાવાઓ નહોતા. ત્યારબાદ પૂછપરછ કરવામાં આવતા તેઓ પાકિસ્તાની હોવાનું સામે આવ્યું હતું. હવે આ પાકિસ્તાનીઓને કસ્ટડીમાં લઈને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top