હિન્દુ કાર્યકર્તા સુહાસ શેટ્ટીની હત્યા કેસમાં પોલીસે 8 લોકોની કરી ધરપકડ, બધા આરોપી આ ગેંગ સાથે જોડાયેલા
Suhas Shetty Murder Case: કર્ણાટક પોલીસે હિન્દુ કાર્યકર્તા સુહાસ શેટ્ટીની હત્યાના સંદર્ભમાં 8 લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ ‘સફવાન’ ગેંગ સાથે સંકળાયેલા છે. 2022માં બહુચર્ચિત મોહમ્મદ ફાઝિલની હત્યાના મુખ્ય આરોપી સુહાસની 1 મેની રાત્રે બાજપેના કિન્નીકંબલા ખાતે અજાણ્યા હુમલાખોરોના જૂથે હત્યા કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે ફાઝિલના ભાઈ આદિલે કથિત રીતે શેટ્ટીની હત્યા કરવા માટે હુમલાખોરોને પૈસા આપ્યા હતા. વર્ષ 2022નો મોહમ્મદ ફાઝીલ હત્યાકાંડ, હિન્દુ કાર્યકર્તા પ્રવીણ નેટ્ટારુની હત્યાનો બદલો લેવા કરવામાં આવેલો હત્યાકાંડ હતો, જેમાં સુહાસ મુખ્ય આરોપી હતો. આ કેસમાં મુખ્ય આરોપી અબ્દુલ સફવાન, ફાઝિલનો ભાઈ આદિલ, નિયાઝ, મુઝમ્મિલ, કલંદર શફી, રિઝવાન, રણજીત અને નાગરાજની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે સુહાસ અને તેના મિત્રોએ એક વર્ષ અગાઉ પણ અબ્દુલ સફવાન પર હુમલો કર્યો હતો, પરંતુ તે કોઈક રીતે ભાગી જવામાં સફળ રહ્યો અને તેનો બદલો લેવા માટે, સફવાને પોતાની ગેંગના અન્ય સભ્યો સાથે મળીને સુહાસની નિર્દયતાથી હત્યા કરી દીધી.
આજે મેંગલુરુ ઉપસ્થિત ગૃહમંત્રી ડૉ. પરમેશ્વરે, વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે નક્સલ વિરોધી ટાસ્ક ફોર્સની જેમ, મેંગલુરુ જેવા સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ વિસ્તારોમાં એક સાંપ્રદાયિક વિરોધી ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે.
દક્ષિણ કન્નડ જિલ્લાના મેંગલુરુ શહેરમાં ગુરુવારે સાંજે એક હિન્દુ કાર્યકર્તાની હત્યા કરવામાં આવી હતી. પોલીસે મૃતકની ઓળખ સુહાસ શેટ્ટી તરીકે કરી છે. ફાઝિલ હત્યા કેસમાં સુહાસ મુખ્ય આરોપી હતો અને તેની સામે અન્ય ઘણા ગુનાહિત કેસ પણ ચાલી રહ્યા હતા. ફાઝિલ હિન્દુ કાર્યકર્તા પ્રવીણ નેટ્ટારુની હત્યાનો મુખ્ય આરોપી હતો. પ્રવીણની ક્રૂર હત્યા બાદ, 28 જુલાઈ 2022ના રોજ સુરતકલમાં ફાઝિલની હત્યા કરવામાં આવી હતી અને સુહાસ શેટ્ટી આ કેસમાં મુખ્ય આરોપી હતો
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp