પહેલગામ હુમલા બાદ ભારતની પાકિસ્તાન પર કમરતોડ કાર્યવાહી, લીધો આ નિર્ણય
પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે. રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક વ્યૂહરચનાને ધ્યાનમાં રાખીને, મોદી સરકારે પાકિસ્તાનથી થતી આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારત સરકારે પાકિસ્તાનમાં ઉત્પન્ન થનારી કે ત્યાંથી આવતા તમામ વસ્તુની પ્રત્યક્ષ કે પરોક્ષ આયાત પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગૂ કરી દેવામાં આવ્યો છે, પછી ભલે તે વસ્તુઓ સ્વતંત્ર રૂપે આયાત કરી શકાય તેવી હોય કે વિશેષ મંજૂરી સાથે આયાત થતી હોય.
ભારતે આયાત પર પ્રતિબંધ મૂકવાના પોતાના નિર્ણય થકી સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપવાનું ચાલુ રાખશે, ત્યાં સુધી તેને કોઈ પણ પ્રકારનો સહયોગ આપવામાં નહીં આવે, પછી ભલે તે વ્યાપારિક હોય કે કૂટનીતિક. આ નિર્ણયથી પાકિસ્તાનના અર્થતંત્ર પર ભારે અસર પડશે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પહેલાથી જ મોટા સંકટમાં છે. ભારતમાંથી આયાત પર પ્રતિબંધની સીધી અસર પાકિસ્તાનના કેટલાક ઉદ્યોગો પર પડશે, ખાસ કરીને જે ભારત પર નિર્ભર હતા. પાકિસ્તાનથી સીધી આયાત થતી વસ્તુઓમાં સિમેન્ટ અને ડ્રાઈ ફ્રૂટ્સનો સમાવેશ થાય છે. તેમાં ઈ-કોમર્સથી માગવામાં આવેલી પાકિસ્તાની વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. આનો અર્થ એ થયો કે હવે પાકિસ્તાની માલ કોઈપણ માધ્યમથી ભારતમાં પ્રવેશી નહીં શકે.
ભારત સાથે વેપાર સંપૂર્ણપણે બંધ થવાને કારણે વિદેશી મુદ્રા ભંડાર પર દબાણ હજી વધશે. પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય છબીને ઝટકો, જે પહેલાથી જ FATF જેવા સંગઠનોની તપાસ હેઠળ છે. આ અગાઉ વર્ષ 2019માં, પુલવામા હુમલા બાદ, ભારતે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો પાછો લઈ લીધો હતો. આ નવું પગલું એ જ નીતિનું આગામી કડુ છે. આ અગાઉ ભારતે સિંધુ જળ સંધિ પણ સમાપ્ત કરી દીધી હતી. પાકિસ્તાની વિઝા રદ કરી દેવાં આવ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp