આ રેલવે સ્ટેશન પર બિનવારસી બેગ મળી આવતા મચ્યો હાહાકાર, ડોગ સ્ક્વોડની ટીમ પહોંચી

આ રેલવે સ્ટેશન પર બિનવારસી બેગ મળી આવતા મચ્યો હાહાકાર, ડોગ સ્ક્વોડની ટીમ પહોંચી

05/03/2025 National

SidhiKhabar

SidhiKhabar

આ રેલવે સ્ટેશન પર બિનવારસી બેગ મળી આવતા મચ્યો હાહાકાર, ડોગ સ્ક્વોડની ટીમ પહોંચી

New Delhi Railway Station: રાજધાની દિલ્હીના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનોમાંથી એક નવી દિલ્હી રેલવે સ્ટેશન પર એક બિનવારસી બેગ મળવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર બિનવારસી બેગ હોવાની માહિતી મળતા જ હાહાકાર મચી ગયો હતો. જાણ થતા તાત્કાલિક પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસ સાથે-સાથે ડોગ સ્ક્વોડની ટીમ પણ નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચી ગઈ છે. પોલીસે જણાવ્યું કે માહિતી મળ્યા બાદ દિલ્હી ફાયર સર્વિસ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી. હાલમાં આ મામલાની તપાસ ચાલી રહી છે. જોકે, આ બેગ કોની છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.


કોલ પર મળી માહિતી

કોલ પર મળી માહિતી

શનિવારે સવારે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર એક બિનવારસી હાલતમાં બેગ હોવાનો ફોન આવ્યો હતો. માહિતી મળતા જ દિલ્હી ફાયર સર્વિસ અને દિલ્હી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં, બિનવારસી બેગ કોની છે તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. માહિતી મળતા ડૉગ સ્ક્વોડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, તેમને 7:55 વાગ્યે એક બિનવારસી બેગ અંગે માહિતી મળી હતી. હાલમાં, બેગ કોણે છોડી દીધી તે શોધવા માટે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ ટીમ આ મામલાની તપાસમાં કરી રહી છે.


બેગની થઈ તપાસ

બેગની થઈ તપાસ

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશની રાજધાની દિલ્હીમાં પણ હાઈ એલર્ટ છે. એવામાં, દિલ્હી પોલીસને નવી દિલ્હી રેલવે સ્ટેશન પર બિનવારસી બેગને લઇને માહિતી મળી, ત્યારબાદ દિલ્હી પોલીસની ટીમ, બોમ્બ સ્ક્વોડ ટીમ, ડોગ સ્ક્વોડ ટીમ અને ફાયર વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા. બેગની આસપાસ હાજર લોકોને બહાર કાઢવામાં આવ્યા. ત્યારબાદ, સમગ્ર વિસ્તારને કોર્ડન ઓફ કરીને દિલ્હી પોલીસે સંપૂર્ણ પ્રોટોકોલનું પાલન કરીને શંકાસ્પદ બેગ ખોલી. જોકે, બેગમાંથી કંઈ શંકાસ્પદ મળ્યું નહોતું. હાલમાં પોલીસે બેગ પોતાના કબજામાં લઇ લીધી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top