ગુજરાત: 2 અલગ-અલગ માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત

ગુજરાત: 2 અલગ-અલગ માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત

11/28/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાત: 2 અલગ-અલગ માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત

Road Accident: ગુજરાતમાં અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. ગઇ કાલે જ કોસંબા નજીક એક ખાનગી ખાડીમાં ખાબકી હતી, જેના કારણે 40 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજા થઇ ગતી. તો 2 લોકોને ગંભર ઇજા થતા સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા હતા. તો હવે આણંદ અને નવસારીથી માર્ગ અકસ્માતના સમાચાર મળી રહ્યા છે.


આણંદ અને નવસારીમાં અકસ્માતની ઘટના

આણંદ અને નવસારીમાં અકસ્માતની ઘટના

આણંદના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પર એક ગોઝારો અકસ્માત થતા લક્ઝરી બસના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. રાજકોટથી સુરત તરફ જતી આ બસની ઓવરટેકના ચક્કરમાં ટ્રક સાથે અથડાઇ ગઇ હતી. આ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા. મૃતકોમાં યુવાનો સામેલ છે. પોલીસે ઘટનાસ્થળે પહોચીને ટ્રાફિક હટાવ્યું હતું અને ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પોલીસે મુસાફરોના નિવેદનો નોંધીને આગળની કાર્યવાહી કરી રહી છે.

તો નવસારી સુરત સ્ટેટ હાઇવે નંબર-6 પર હંકારીને પૂરપાટ ઝડપે જતા કોલાસણા ગામના પાટિયા નજીક વણાંકમાં વિકાસ દુબે નામના યુવકે બાઈક પરથી કાબૂ ગુમાવી દેતા રસ્તાની બાજુમાં આવેલ બસ સ્ટેન્ડમ સાથે ધડાકાભેર બાઈક અથડાઇ હતી. આ કસ્માતમાં બાઈક પર ત્રણેય યુવાન મિત્રોના ઘટનાસ્થળ પર જ મોત થઇ ગયા હતા.

અકસ્માતનો ભોગ બનેલા ત્રણેય યુવાનો નવસારીના જલાલપોરથી સુરતના ઉધનામાં રહેતા કોન્ટ્રાક્ટરને મળવા માટે જઈ રહ્યા હતા. મૃતકોની ઓળખ મૂળ ઉત્તર પ્રદેશના રાજપુર ગામના રહેવાસી અર્જૂન લલ્લનપ્રસાદ બિંદ (ઉંમર 18 વર્ષ), બચ્ચાપ્રસાદ દુબે (ઉંમર 20 વર્ષ) અને અંકિતકુમાર રામગોપાલ મિશ્રા (ઉંમર 22 વર્ષ)ના રૂપમાં થઇ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top