ગુજરાત: 7 વર્ષીય છોકરીની હત્યા... 'ઓરિયો'એ કાપડની ગંધ સૂંઘીને પોલીસને માત્ર 14 કલાકમાં આરોપી સુ

ગુજરાત: 7 વર્ષીય છોકરીની હત્યા... 'ઓરિયો'એ કાપડની ગંધ સૂંઘીને પોલીસને માત્ર 14 કલાકમાં આરોપી સુધી પહોંચાડી

04/11/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાત: 7 વર્ષીય છોકરીની હત્યા... 'ઓરિયો'એ કાપડની ગંધ સૂંઘીને પોલીસને માત્ર 14 કલાકમાં આરોપી સુ

Changodar Murder Case: અમદાવાદના ચાંગોદરમાં 7 વર્ષીય છોકરીની હત્યાના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ચાંગોદર પોલીસે હત્યારા સુધી પહોંચવા માટે FSL અને ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી હતી. ડોગ સ્ક્વોડના ઓરિયો નામના કૂતરાએ પોલીસને માત્ર 14 કલાકમાં હત્યારા સુધી પહોંચવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.


આરોપીએ હત્યાની કબૂલાત કરી

આરોપીએ હત્યાની કબૂલાત કરી

ચાંગોદર પોલીસે જણાવ્યું કે, હત્યારા સુધી પહોંચવા માટે 6 ટીમો બનાવવામાં આવી હતી અને 40થી વધુ CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. બાવળા-સરખેજ હાઇવે પર રસમધુર કંપનીની જગ્યામાં પાતરાના શેડમાં રહેતા 100થી વધુ કામદારોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી. FSL સાથે ડોગ સ્ક્વોડ ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. ત્યારબાદમાં, ડોગ સ્ક્વોડના ઓરિયો નામના શ્વાને છોકરી પાસે મળેલા એક કાપડની ગંધની મદદથી પોલીસને 30 વર્ષીય આરોપી રવિન્દ્ર મોજિસાવ સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે ઓરિયોએ જ્યારે પોલીસને રવિન્દ્ર પાસે પહોંચાડી તો તે પોલીસના સવાલોથી પોતાને બચાવી ન શક્યો અને તેણે પોતે જ છોકરીની હત્યા કર્યાની કબૂલાત કરી.


આરોપીએ છોકરીની ઈંટ મારીને હત્યા કરી દીધી

આરોપીએ છોકરીની ઈંટ મારીને હત્યા કરી દીધી

આરોપી રવિન્દ્ર મૂળ બિહારના ગયાનો રહેવાસી છે. રવિન્દ્ર 2 મહિના અગાઉ જ અમદાવાદ આવ્યો હતો. આરોપી રવિન્દ્રનો પરિવાર બિહારના ગયામાં રહે છે. રવિન્દ્ર અમદાવાદ આવ્યો અને મજૂર તરીકે કામ જ કરતો હતો. આરોપીએ 7 એપ્રિલના રોજ છોકરીની હત્યા કરી હતી. આ અગાઉ, તેણે પોતાના ઘરની નજીક છોકરીને એકલી રમતી જોઈ, તો છોકરીને બિસ્કિટ આપવાના બહાને, તેણે છોકરીને પોતાની પાસે બોલાવી અને તેના પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ જ્યારે છોકરી રડવા લાગી અને ચીસો પાડવા લાગી, ત્યારે રવિન્દ્ર ડરી ગયો અને તેણે માસૂમ છોકરીના માથા પર ઈંટ મારીને તેની હત્યા કરી દીધી હતી.


છોકરીનો મૃતદેહ ઘરથી થોડે દૂર મળ્યો હતો

છોકરીનો મૃતદેહ ઘરથી થોડે દૂર મળ્યો હતો

ચાંગોદર પોલીસ સ્ટેશનમાં 7 વર્ષની બાળકીની હત્યા અને તેના પર બળાત્કારના પ્રયાસ બદલ FIR નોંધવામાં આવી હતી. જે મુજબ, મૂળ મધ્ય પ્રદેશની રહેવાસી મહિલા પોતાના પરિવાર સાથે ચાંગોદરમાં રહેતી હતી. મહિલા પોતે મજૂરી કામ કરતી હતી. જ્યારે તે છોકરીને છોડીને કામ પર ગઈ અને સાંજે પાછી આવી ત્યારે 7 વર્ષની છોકરી ઘરે ન મળી, ત્યારે તેણે આસપાસ તેની શોધ શરૂ કરી. ત્યારબાદ છોકરીનો મૃતદેહ ઘરથી થોડે દૂર લોહીથી લથપથ મળી આવ્યો હતો. આ કેસની માહિતી મળતા જ ચાંગોદર પોલીસ ઘટનાસ્થળે પહોંચી, FIR નોંધી અને તપાસ શરૂ કરી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top