Surat: જો તમે પણ મિનરલ વૉટર વેચાતું લેતા હોવ તો ચેતી જજો, 9 કંપનીના સેમ્પલ થયા ફેઇલ
Surat Mineral Water News: આપણા બધા માટે પાણી ખૂબ જ જરૂરી છે, શુદ્ધ પાણી દરેકની જરૂરિયાત છે, શુદ્ધ પાણી પીવા માટે લોકો મોટા ભાગે મિનરલ વૉટર પીવાનો આગ્રહ રાખે છે. લોકો ઘર માટે કે પોતાની દુકાન, ઓફિસો માટે મીનરલ વૉટર મગાવે છે, જેથી શુદ્ધ પીવાનું પાણી મળે. પરંતુ સુરતમાં 9 જેટલા મિનરલ વૉટરના નમૂના ફેઈલ થઇ ગયા છે. ચાલો જાણીએ કઈ કંપનીના મિનરલ વૉટરના નમૂના ફેઈલ થયા છે.
સુરત મહાનગરપાલિકાએ છેલ્લા 11 મહિનામાં 14 મિનરલ વૉટર પેકેજ્ડ બૉટલ અને જારના નમૂનાઓ ચકાસણી માટે લીધા હતા. જેમાંથી 9 નમૂના ફેઇલ થયા છે. 7 નમૂનામાં PH મૂલ્ય 6.5 કરતા ઓછું હતું, જ્યારે આ મૂલ્ય 6.5થી 8.5 વચ્ચે હોવું જોઇએ. એક નમૂનામાં ક્લોરાઇડ અને હાર્ડનેસ 500 કરતા વધુ સ્તરે જોવા મળ્યું.
જે કંપનીઓના મિનરલ વૉટરના સેમ્પલ ફેઇલ થયા છે તેમાં કષ્ટભંજન એન્ટરપ્રાઇઝિસ, એચ. એન. ટ્રેડર્સ, વરૂણ એન્ટરપ્રાઇઝિસ, ફ્રેશ સ્ટ્રીમ બેવરેજેસ, રાઠોડ બ્રધર્સ, બ્રીથ બેવરેજેસ, પી.એમ. માર્કેટિંગ, નિરાલી બેવરેજેસ એન્ડ ફૂડ, ગજાનંદ ફૂડ એન્ડ બેવરેજેસનો સમાવેશ થાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp