ગળે ફાંસો ખાઇ BSFનાં કોન્સ્ટેબલે જીવન ટૂંકાવી લીધું, શું હશે કારણ? જાણો ચોકાવનાર કિસ્સો..

ગળે ફાંસો ખાઇ BSFનાં કોન્સ્ટેબલે જીવન ટૂંકાવી લીધું, શું હશે કારણ? જાણો ચોકાવનાર કિસ્સો..

12/06/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગળે ફાંસો ખાઇ BSFનાં કોન્સ્ટેબલે જીવન ટૂંકાવી લીધું, શું હશે કારણ? જાણો ચોકાવનાર કિસ્સો..

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા બીએસએફ કેમ્પમાં ફરજ બજાવતા જવાને લેકાવાડામાં પોતાના ભાડાના મકાનમાં ગળે ફાંસો ખાંઇને આપઘાત કરી લીધો હતો. આ અંગે ચિલોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.


પત્ની દ્વારા પારિતોષને ફોન કરવામાં આવ્યા

મુળ પશ્ચિમ બંગાળના ખાંટૂડીનો ૨૮ વર્ષિય જવાન પારિતોષ કાર્તિકચંદ્ર ઘોષ તેની પત્ની સાથે લેકાવાડામાં મકાન ભાડે રાખીને રહેતો હતો છેલ્લા એક મહિનાથી પત્ની પિયરમાં ગઇ છે અને પારિતોષ ફરજ બજાવવા માટે લેકાવાડામાં એકલો રહેતો હતો. પત્ની છેલ્લા એક મહિનાથી પિયરમાં છે ત્યારે ફોન નહીં ઉપાડતા આપઘાત કરી લીધાનું બહાર આવ્યું.

ગઇકાલે રાત્રે પિયરમાં રહેલી પત્ની દ્વારા પારિતોષને ફોન કરવામાં આવ્યા હતા પરંતુ પત્નીનો ફોન નાં  ઉપડતા જેના કારણે તે પણ ચિંતામાં પડી ગઇ હતી અને ત્યાર બાદ પાડોશીઓને જાણ કરી હતી કે પારિતોષ દ્વારા ફોન ઉપાડવામાં આવતા નથી જેથી તેમણે ઘરમાં તપાસ કરતા પારિતોષ મકાનમાં રહેતા હૂક સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.


પોલીસને જાણ કરવામાં આવતા..

પોલીસને જાણ કરવામાં આવતા..

આ સંદર્ભે ચિલોડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી અને તપાસ શરૃ કરી દીધી હતી. બીજીબાજુ બીએસએફના અધિકારીઓ પણ લેકાવાડા પહોંચી ગયા હતા હાલ આ મામલે ચિલોડા પોલીસે અકસ્માત મોત અંગેની નોંધ કરીને જવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ મોકલી આપ્યો હતો અને તેના પરિવારજનોને જાણ કરી હતી. જવાને કયા કારણોસર આ અંતિમપગલું ભર્યું તે જાણવા મથામણ કરવામાં આવી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top