ગુજરાતીઓ માટે ઐતિહાસિક ક્ષણ! 500 વર્ષ બાદ આ મંદિરે લહેરાઈ ધજા, વડાપ્રધાન મોદીના હસ્તે થયું ધજાર

ગુજરાતીઓ માટે ઐતિહાસિક ક્ષણ! 500 વર્ષ બાદ આ મંદિરે લહેરાઈ ધજા, વડાપ્રધાન મોદીના હસ્તે થયું ધજારોહણ

06/18/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતીઓ માટે ઐતિહાસિક ક્ષણ! 500 વર્ષ બાદ આ મંદિરે લહેરાઈ ધજા, વડાપ્રધાન મોદીના હસ્તે થયું ધજાર

આજે પાવાગઢ (Pavagadh) અને ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ છે. આજે 500 વર્ષ બાદ માતાજીના મંદિરની (Mataji's temple) ઉપર ધજા લહેરાઈ રહી છે. PM મોદીના (PM Modi) હસ્તે ધજારોહણ કરવામાં આવ્યું છે ત્યારે માતાજીના ભક્તોને આજે અનેરો આનંદની લાગણી અનુભવાઈ રહી છે. 


નોંધનીય છે કે મહોમ્મદ બેગડા નામક આક્રમણકારીએ માતાજીના મંદિરમાં તોડફોડ કરીને મંદિરની ઉપર જ દરગાહ બનાવી હતી અને તેના કારણે 500 વર્ષથી મંદિર ખંડિત હતું, જોકે હવે સંપૂર્ણ શિખર અને સોનાના કળશ અને ધજાદંડ સાથે મંદિર બનાવાયું છે. 


સોનાનો કળશ અને ધજાદંડ :

નવનિર્મિત મહાકાળી મંદિરમાં ગર્ભગૃહ, કળશ અને ધજાદંડ સંપૂર્ણપણે સોનામાંથી બનાવવામાં આવેલ છે. મંદિરની ઉપર 7.5 કરોડ રૂપિયાના ખર્ચે કળશ અને ધજા દંડની સ્થાપના કરવામાં આવી છે. 


મંદિર પર કેમ ન હતી ધજા ?

નોંધનીય છે કે પાવાગઢમાં માતાજીના મંદિરનું શિખર સદીઓથી ખંડિત હાલતમાં હતું અને હિન્દુ માન્યતાઓ અનુસાર ખંડિત શિખરની ઉપર ધજા ચડાવી શકાય નહીં. જોકે હવે નવા મંદિરમાં ખૂબ જ ભવ્ય શિખર તૈયાર કરવામાં આવ્યું છે. 


દરગાહ વિવાદનો સુખદ અંત :

પાવાગઢમાં માતાજીના મંદિરની ઉપર જ એક દરગાહ આવેલ હતી જેના કારણે સદીઓથી ત્યાં શિખર બની શક્યું નહોતું. આ વિવાદ કોર્ટમાં પણ ગયો હતો જોકે હવે વિવાદનો સુખદ અંત આવ્યો છે. 


મહત્વનું છે કે પાવાગઢની ટોચ પર માતાજીના મંદિરનો સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં આવ્યો છે. ગર્ભગૃહને બાદ કરતા આખું મંદિર નવેસરથી બનાવવામાં આવ્યું છે. અગાઉ મંદિરની પાછળ દરગાહ હતી જેને સમજાવટથી સર્વસંમતિ સાથે ખસેડવામાં આવી હતી. મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવતાં 2000 લોકો સાથે દર્શન કરી શકશે. માંચીથી રોપવે અપરસ્ટેશન સુધી 2200 પગથિયાં બનાવવામાં આવ્યાં છે. જ્યારે અપર સ્ટેશનથી દુધિયા તળાવ સુધી 500 નવા પગથિયાં બનાવવામાં આવ્યાં છે. 


પાવાગઢમાં હજુ પણ કરાશે કરોડોના કામો  :

  • દુધિયા તળાવની સુંદરતામાં વધારો કરવામાં આવ્યો 
  • માતાજીના મંદિર સુધી પહોંચવા બનાવાશે 210 ફૂટની લિફ્ટ 
  • 40 સેકન્ડમાં પહોંચી જવાશે મંદિરે 
  • 12 કરોડના ખર્ચે તૈયાર થશે અન્નક્ષેત્ર
  • 2 ચરણમાં માચીનો પણ કરાશે વિકાસ 

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top