માનવતા મરી પરવારી! 21 વર્ષીય ગર્ભવતી પત્નીનું ગળું દબાવ્યું, માથું અને હાથ-પગ કાપીને નદીમાં વહાવી દીધા; ધડ પોતાની પાસે રાખ્યું
હૈદરાબાદના મેડીપલ્લીમાં એક એવી ઘટના સામે આવી છે જેણે માનવતાને શરમમાં મૂકી દીધી છે. 27 વર્ષીય સમાલા મહેન્દ્ર રેડ્ડીએ પોતાની 21 વર્ષીય ગર્ભવતી પત્ની બી. સ્વાતિનું ગળું દબાવીને હત્યા કરી દીધી અને પછી તેના શરીરને ટુકડા કરી મુસી નદીમાં ફેંકી દીધું.
આ રૂવાડા ઊભા કરી દે તેવી કહાની પ્રેમ લગ્નથી શરૂ થઈ હતી, જે ટૂંક સમયમાં શંકા અને ઝઘડાનો શિકાર બની હતી. શું પ્રેમની શરૂઆત આટલા ભયાનક અંત તરફ દોરી શકે છે? મહેન્દ્ર અને સ્વાતિએ 20 જાન્યુઆરી 2024ના રોજ કુકટપલ્લીના આર્ય સમાજમાં પ્રેમ લગ્ન કર્યા હતા.
બંને પાડોશી હતા અને શરૂઆતના દિવસો ખુશ હતા, પરંતુ એક મહિના બાદ કૌટુંબિક વિવાદોએ તેમના સંબંધોને ઝેરી બનાવી દીધા. સ્વાતિએ એપ્રિલ 2024માં વિકારાબાદ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ કરિયાવર ઉત્પીડનનો કેસ નોંધાવ્યો હતો.
ગામના વડીલોએ પંચાયત કરીને મામલો થાળે પાડ્યો હતો, પરંતુ મહેન્દ્રના મનમાં શંકાનો કીડો મનમાં ઘર કરી ગયો હતો. તેને સ્વાતિના નોકરી કરે તે ગમતું નહોતું અને તેણે સ્વાતિને નોકરી છોડવા દબાણ કર્યું. માર્ચ 2025માં સ્વાતિ 5 મહિનાની ગર્ભવતી હતી, પરંતુ ઝઘડા બંધ થતા નહોતા.
22 ઓગસ્ટ 2025ના રોજ, સ્વાતિએ પોતાના માતા-પિતાના ઘરે જવાનું કહ્યું, આ વાત મહેન્દ્રએ નકારી કાઢી. ગુસ્સામાં તેણે હત્યાનું કાવતરું ઘડ્યું. તેણે કુહાડીની બ્લેડ ખરીદી અને 23 ઓગસ્ટના રોજ સ્વાતિનું ગળું દબાવીને હત્યા કરી દીધી. પુરાવાનો નાશ કરવા માટે તેણે શરીરના ટુકડા કરી દીધા અને માથું, હાથ, પગ પ્રતાપસિંગરમ ગામ નજીક મુસી નદીમાં ફેંકી દીધા. તેણે ધડ પોતાના રૂમમાં રાખ્યું.
રાચાકોંડા પોલીસ કમિશનર શ્રી જી. સુધીર બાબુ અને DCP મલ્કજગિરી ઝોન શ્રીમતી પી.વી. પદ્મજાની આગેવાની હેઠળની મેડિપલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી. ઇન્સ્પેક્ટર શ્રી આર. ગોવિંદ રેડ્ડી અને SI શ્રી એ. નરસિંહ રાવની ટીમે મહેન્દ્રની ધરપકડ કરી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp