બોલો! સુરતના એક શખ્શે ગાંજો વેચવા 2 લોકોને પગાર પર રાખ્યા હતા, પકડાયા
Surat News: સુરતમાં સતત કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય તેવો ભાસ થઇ રહ્યો છે. ગુનાહિત ઘટનાઓ તો અહીં સામાન્ય ઘટનાઓની જેમ બની રહી છે. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ પકડાયાની ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન સુરતથી એવા સમાચાર મળી રહ્યા છે કે અહીંના એક શખ્સે ગાંજો વેચવા માટે 2 લોકોને 10 હજારના પગાર પર રાખ્યા હતા.
મળતી માહિતી મુજબ, શનિવારે ચોક બજાર પોલીસની ટીમે વેડ રોડના વિશ્રામ નગરમાં ઓમ પેલેસની ગલીમાં છુટક ગાંજો વેચી રહેલા અભિષેક ઉર્ફ રોશન કમલેશ તિવારી (રહે. વિશ્રામ નગર, વેડ રોડ)ને ઝડપી પાડ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું કે, આ ગાંજો તેને વેડરોડ અનંદ પાર્કમાં રહેતો ઋત્વિક નાથજોગી આપી ગયો હતો. ત્યારબાદ પોલીસે ઋત્વિકની પણ અટકાયત કરીને પુછપરછ કરી હતી.
પોલીસ પુછપરછમાં તેણે જણાવ્યું હતું કે, તેને દીપક કુટરકર નામનો વ્યક્તિ ગાંજો આપી ગયો હતો. બંનેએ જણાવ્યું કે, આ લોકોને કુટરકરે માસિક 10 હજાર રૂપિયાના પગાર પર રાખ્યા હતા. પોલીસે 2460 રૂપિયાની કિંમતનો ગાંજો અને 2030 રોકડ સહિત કુલ 4490 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સાથે-સાથે કુટરકરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp