અન્ડરગાર્મેન્ટ્સ બનાવતી કંપનીમાંથી મહિલાઓના સાઈઝ સહિતના અંગત ડેટા ઇસ્લામિક દેશોમાં વેચવાની ધમકી આપનાર ‘હેકર’ ઝડપાયો!
Zivame data hack: આપણે ઇન્ટરનેટની માયાજાળનાં એવા યુગમાં જીવીએ છીએ કે ઈચ્છવા છતાં આ માયાજાળ છોડીને બહાર નીકળી શકાય એમ નથી! કોમ્પ્યુટર્સ, મોબાઈલ અને ઈન્ટરનેટને પગલે આપણા જીવનમાં ઘણા ક્રાંતિકારી બદલાવો આવી ગયા, પણ એ પૈકીનું બધું જ કંઈ સારું નથી. આજના યુગમાં સૌથી મોટો પ્રશ્ન આપણી પ્રાઈવસી જાળવી રાખવાનો છે. ખાસ કરીને મહિલાઓના ગોપનીય ડેટા પણ હવે ઓનલાઈન ચોરી થઈને વેચાવા માંડ્યા છે, ત્યારે આ પ્રકારના ખતરાઓથી અચૂકપણે માહિતગાર થવું જોઈએ, જેથી જરૂરી સાવચેતી રાખી શકાય.
રાજસ્થાન SOGને જૂનના પ્રથમ સપ્તાહમાં મોટી સફળતા મળી છે. SOG એ એક વ્યક્તિની ધરપકડ કરી છે જેણે ઓનલાઈન લેડીઝ અન્ડર ગારમેન્ટ્સ સપ્લાય કંપની Zivame માંથી 1.5 મિલિયન મહિલાઓના અંગત ડેટાની ચોરી કરી હતી અને તેને ઈસ્લામિક દેશોમાં વેચવાની ધમકી આપી હતી. આ હેકર કંપનીને બ્લેકમેલ પણ કરતો હતો.
આ કાર્યવાહી ADG SOG-ATS અશોક રાઠોડની દેખરેખ હેઠળ કરવામાં આવી છે. પકડાયેલ આરોપી સંજય સોની ઉદયપુરનો રહેવાસી છે. તેની સામે લખનૌ, મુંબઈ, ઉદયપુર અને બેંગ્લોરમાં પણ કેસ નોંધાયેલા છે. આ પહેલા પણ તેની ધરપકડ થઈ ચૂકી છે.
આરોપીઓએ અન્ય કેટલાક હેકર્સ સાથે મળીને ગારમેન્ટ કંપની સાથે સંકળાયેલી મહિલાઓની અંગત વિગતો જેમ કે તેમનું નામ, મોબાઈલ નંબર, ઈ-મેલ આઈડી, જન્મ તારીખ અને સાઈઝ વિશેની માહિતીની ચોરી કરી હતી.
આરોપી We Leak Database નામના 250 હેકર્સના ટેલિગ્રામ જૂથ સાથે સંકળાયેલો છે. આ ગ્રુપમાં અલગ-અલગ ડેટા શેર કરવામાં આવે છે અને હેકર્સ જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરે છે. ઉદયપુરમાં બેઠેલા આરોપી સંજય સોનીએ કંપનીને બ્લેકમેલ કરીને પૈસા પડાવી લીધા હતા. આ અંગે અંડર ગારમેન્ટ કંપનીના અધિકારીએ એસઓજીમાં જણાવ્યું કે તેની કંપની સાથે 92 લાખ ગ્રાહકો જોડાયેલા છે.
24 એપ્રિલના રોજ એક હેકરે તેની કંપનીને ઈ-મેઈલ કર્યો કે તમારું સર્વર હેક કરીને 15 લોકોનો ડેટા ચોરાઈ ગયો છે. તે પછી, 16 મેના રોજ એક ટ્વિટર હેન્ડલએ ટ્વિટ કર્યું કે 15 લાખ હિંદુ છોકરીઓનો ડેટા ઇસ્લામિક દેશોમાં મોકલવામાં આવી રહ્યો છે. 25 મેના રોજ, હેકરે ફરીથી કંપનીને એક ઈ-મેલ મોકલ્યો અને સિસ્ટમની નબળાઈ જણાવી પૈસાની માંગણી કરી. બીજા દિવસે કંપની તરફથી મોકલવામાં આવેલ ઈ-મેલ પણ ટ્વીટ કરવામાં આવ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp