નિર્ભયા જેવો કાંડ: મહિલા સાથે ગેંગરેપ, હેવાનિયતની તમામ હદો પાર, રૂવાડા ઊભા કરી દેશે આ આખી ઘટના
Gang Rape Case: મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં દિલ્હીની નિર્ભયા ઘટના જેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક આદિવાસી મહિલા પર સામૂહિક બળાત્કારની ઘૃણાસ્પદ ઘટના બની છે. આ બર્બરતા એટલી હદે કરવામાં આવી હતી કે મહિલાના કેટલાક આંતરિક અંગો પણ બહાર આવી ગયા હતા. આ રૂંવાટી ઉભી કરનારી ઘટના બાદ મહિલાનું મોત થઈ ગયું. આ કેસમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે.
કહેવામા આવી રહ્યું છે કે, મૃતિકા 2 બાળકોની માતા હતી. ગેંગરેપ બાદ, આરોપી તેને લોહીલુહાણ હાલતમાં ત્યાં જ છોડીને ભાગી ગયા અને મહિલા જમીન પર પીડાથી કણસતી રહી. જેના થોડા સમય બાદ, સમયસર સારવાર ન મળવાને કારણે તેનું મોત થઈ ગયું. આ ઘટના શનિવારે બપોરે 1:00 વાગ્યે આદિવાસી વિસ્તાર ખાલવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા રોશની પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. પોલીસે આ મામલે મહિલાના પરિચિત ગામના જ 2 લોકો હરિ પાલવી અને સુનિલ ધુર્વેની ધરપકડ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલા પર હેવાનિયત કરવાની હતી. તેના ગુપ્તાંગમાંથી લોહી વહી રહ્યું હતું. આ સાથે, મહિલાના શરીરના આંતરિક અંગો પણ બહાર મળી આવ્યા હતા. આ દરમિયાન, ગ્રામજનો દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે, પોલીસે કેસ નોંધ્યો છે અને મહિલાના 2 પરિચિતોની ધરપકડ કરી છે, જેમના પર ગેંગરેપનો શંકા છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, મહિલા આરોપી હરિ પાલવીના ઘર પર જ બેભાન અવસ્થામાં પડેલી મળી આવી હતી. થોડા સમય બાદ જ્યારે ભાનમાં આવી ત્યારે તેણે કહ્યું કે તેની સાથે કંઈક ખોટું થયું છે. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી, પરંતુ એ દરમિયાન મહિલાનું મોત થઈ ગયું. મહિલાના મૃતદેહને ખાલવા હૉસ્પિટલથી જિલ્લા હૉસ્પિટલ ખંડવામાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં મેડિકલ કૉલેજના ફોરેન્સિક વિભાગના નિષ્ણાતોની દેખરેખ હેઠળ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp