Murder: વર્ષના પહેલા દિવસે ખૂની ખેલ, કૌટુંબિક કલેશના કારણે યુવકે માતા સહિત 4 બહેનોના રામ રમાડી

Murder: વર્ષના પહેલા દિવસે ખૂની ખેલ, કૌટુંબિક કલેશના કારણે યુવકે માતા સહિત 4 બહેનોના રામ રમાડી દીધા

01/01/2025 National

SidhiKhabar

SidhiKhabar

Murder: વર્ષના પહેલા દિવસે ખૂની ખેલ, કૌટુંબિક કલેશના કારણે યુવકે માતા સહિત 4 બહેનોના રામ રમાડી

Lucknow Murder: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં નવા વર્ષે જ 5 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આરોપી અરશદ (ઉંમર 24)એ પોલીસ સ્ટેશન નાકા વિસ્તારમાં આવેલી હૉટલ શરણજીતમાં પરિવારના 5 સભ્યોની હત્યા કરી દીધી. આ હૃદયદ્રાવક ઘટના બાદ પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી લીધી હતી. નવા વર્ષે આરોપીએ 4 બહેનો અને માતાની હત્યા કરી દીધી હતી.

આરોપીએ પોતાની માતા અસ્મા સહિત બહેન આલિયા (ઉંમર 9 વર્ષ), અલ્શિયા (ઉંમર 19 વર્ષ), અક્સા (ઉંમર 16 વર્ષ) અને રહમીન (ઉંમર 18 વર્ષ)ની હત્યા કરી દીધી છે. આરોપી યુવક અરશદ આગ્રાનો રહેવાસી હોવાનું કહેવાય છે. આ ઘટનાની માહિતી મળતાની સાથે જ વરિષ્ઠ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી અને ફિલ્ડ યુનિટને પણ બોલાવીને પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ કેસમાં આરોપી અરશદની ઘટનાસ્થળેથી ધરપકડ કરી ઝીણવટભરી તપાસ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


DCP રવિના ત્યાગીએ શું કહ્યું?

DCP રવિના ત્યાગીએ શું કહ્યું?

આ હત્યા કેસ અંગે લખનૌના DCP રવીના ત્યાગીએ કહ્યું કે આજે બુધવારે (1 જાન્યુઆરી, 2025) પોલીસ સ્ટેશન નાકા વિસ્તારમાંથી એક માહિતી મળી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે હૉટલ શરણજીતના રૂમમાંથી 5 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ, અરશદ નામના યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યો, જે આગ્રાનો રહેવાસી છે.

DCP રવીના ત્યાગીએ કહ્યું કે આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે પારિવારિક કલેશને કારણે તેણે તેની માતા અને 4 બહેનોની હત્યા કરી હતી. વધુ તપાસ પણ ચાલી રહી છે અને મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ફિલ્ડ યુનિટને બોલાવીને પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં વધુ માહિતી આપવામાં આવશે.


સુરતમાં પણ સામુહિક હત્યા કરવાનો પ્રયાસ થયો હતો:

સુરતમાં પણ સામુહિક હત્યા કરવાનો પ્રયાસ થયો હતો:

થોડા દિવસ અગાઉ સુરતમાં રહેતા એક યુવકે પારિવારિક કલેશના કારણે આખા પરિવારને છરીના ઘા કરીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેની પત્ની અને બાળકનું મોત થયું હતું, જ્યારે માતા-પિતા ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. યુવકે આ ઘટનાને અંજામ આપ્યા બાદ પોતે પણ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top