20 ઉમેદવારોની બીજી યાદી જાહેર, સિસોદિયાની બેઠક બદલાઈ; હવે તેઓ અહીંથી ચૂંટણી લડશે
AAP Candidates List for Delhi Election: દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ની PACની બેઠક મળી હતી. બેઠકમાં 20 ઉમેદવારોની બીજી યાદી બહાર પાડવામાં આવી છે. બીજી યાદીમાં પણ અનેક નેતાઓની ટિકિટ કાપવામાં આવી છે અને અનેકની બેઠકો બદલાઈ છે. મનીષ સિસોદિયા આ વખતે જંગપુરાથી ચૂંટણી લડશે.
તો રાખી બિરલા માદીપુરથી ચૂંટણી લડશે. તાજેતરમાં AAPમાં સામેલ થયેલા અવધ ઓઝા પટપડગંજથી ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય શાહદરાથી જીતેન્દ્ર સિંહ શંટીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. અવધ ઓઝા અને જીતેન્દ્ર શાંતિ AAPમાં જોડાયા હતા.
20. મુસ્તફાબાદથી આદિલ અહમદ ખાન
AAPએ આજે સવારે પોલિટિકલ અફેર્સ કમિટી (PAC)ની બેઠક યોજી હતી, જેનો કાર્યસૂચિ પાર્ટીના ઉમેદવારોની યાદીને અંતિમ સ્વરૂપ આપવાનો હતો, જેમાં દિલ્હીના વિવિધ મતવિસ્તારોમાં AAPનું અસરકારક રીતે પ્રતિનિધિત્વ કરી શકે તેવી વ્યક્તિઓને પસંદ કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp