સુરત: AAPના નેતા શિક્ષણમંત્રીના કાર્યાલય બહાર ભીખ માગવા બેઠાં, જુઓ વીડિયો

સુરત: AAPના નેતા શિક્ષણમંત્રીના કાર્યાલય બહાર ભીખ માગવા બેઠાં, જુઓ વીડિયો

12/07/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરત: AAPના નેતા શિક્ષણમંત્રીના કાર્યાલય બહાર ભીખ માગવા બેઠાં, જુઓ વીડિયો

Rakesh Hirpara: શુક્રવારે રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયાના સુરત કાર્યાલયની બહાર વિચિત્ર દૃશ્ય જોવા મળ્યું હતું. અહીં આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્ય મહામંત્રી રાકેશ હીરપરા સફેદ ચાદર પાથરી તેના પર બેઠાં હતા. તેમની નજીક એક બેનર હતું અને હાથમાં પણ બેનર રાખ્યું હતું. જેમાં લખ્યું હતું કે, ‘શાળા-સફાઈ માટે ભીખ આપો’. ‘ભાજપના શાસકો પાસે ભ્રષ્ટ્રાચાર કરવા પૈસા છે પણ શાળા સફાઈની ગ્રાન્ટ વધારવા માટે પૈસા નથી. શાળા સ્વચ્છતા માટે ભીખ આપો.’ ઉલ્લેખનીય છે કે રાકેશ હીરપરા ગુજરાતની તમામ શાળામાં સફાઈ કર્મચારીની સંખ્યા તથા સફાઈ માટેના ખર્ચની ગ્રાન્ટ વધારવા રજૂઆત કરી રહ્યા છે, પરંતુ સરકાર તેમની વાત સાંભળી રહી નથી.


હીરપરાએ શું કહ્યું?

હીરપરાએ શું કહ્યું?

AAP Surata નામના X હેન્ડલ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં હીરપરાએ કહી રહ્યા છે કે, અમે ભીખ માગવા બેઠાં છીએ. લોકો પાસે યાચના કરવા બેઠાં છીએ. કારણ કે ભાજપ પાસે ભ્રષ્ટ્રાચારના રૂપિયા છે પરંતુ બાળકોની શાળાની સફાઈ માટે, સફાઈ કર્મચારી મુકવા, શાળામાં સફાઈ માટે ગ્રાન્ટ વધારો કરવા માટે પૈસા નથી. શ્રીમદ ભગવદ ગીતાના 16માં અધ્યાયનો સંદર્ભ અપાતા તેમણે કહ્યું કે, શારીરિક સ્વચ્છતાનું મહત્ત્વ ગણાવવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે, તેના માટે અમે છેલ્લા ત્રણ વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છીએ આ મુદ્દે ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં કાયમી સફાઈ કર્મચારીઓ મુકો અને ન મુકવામાં આવે ત્યાં સુધી સ્વચ્છતા-ગ્રાંટની રકમમાં વધારો કરો. આજે શાળા સફાઈ માટે 2000-5000 ગ્રાન્ટ રૂપે આપવામાં આવે છે. આટલા રૂપિયામાં દર મહિને વસ્તુઓ પણ લાવવાની છે. એટલી મોઘવારીમાં આવડી મોટી શાળા 2-5 હજારમાં કઈ રીતે સાફ રહે. અમે થાકીને અંતે અમે લોકો પાસે યાચના કરવા માટે, ભીખ માગવા માટે બેઠા છીએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top