'જનતા ચુનેગી અપના સીએમ': પંજાબમાં આમ આદમી પાર્ટી આ રીતે મુખ્યમંત્રી પદનો ઉમેદવાર પસંદ કરશે

'જનતા ચુનેગી અપના સીએમ': પંજાબમાં આમ આદમી પાર્ટી આ રીતે મુખ્યમંત્રી પદનો ઉમેદવાર પસંદ કરશે

01/13/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

'જનતા ચુનેગી અપના સીએમ': પંજાબમાં આમ આદમી પાર્ટી આ રીતે મુખ્યમંત્રી પદનો ઉમેદવાર પસંદ કરશે

પોલિટિકલ ડેસ્ક: આગામી મહિને પંજાબમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, અકાલી દળ ઉપરાંત આમ આદમી પાર્ટી અને કેપ્ટન અમરિંદર સિંઘની પંજાબ વિકાસ કોંગ્રેસ પણ ઉતરી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ અગાઉથી જ પ્રચારપ્રસાર શરૂ કરી દીધો છે તો બીજી તરફ એ ચર્ચા પણ ચાલી રહી છે કે આમ આદમી પાર્ટીનાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હશે.

આ રાજકીય ચર્ચાઓ વચ્ચે આમ આદમી પાર્ટીએ (AAP) લોકોને તેમના મનપસંદ ઉમેદવાર જણાવવા કહ્યું છે. પાર્ટીએ મતદારોને સીએમ પદ માટે તેમના નામની પસંદગી દર્શાવવા માટે ટેલિ-વોટિંગ કરવા કહ્યું છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે, તેઓ 17 જાન્યુઆરીએ ટેલિ-વોટિંગના આધારે લોકો દ્વારા પસંદ કરાયેલા પાર્ટીના પ્રિય મુખ્યમંત્રી ચહેરાને જાહેર કરશે. કેજરીવાલે એમ પણ કહ્યું છે કે, રાજનીતિમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ પાર્ટી જનતાને પોતાના મુખ્યમંત્રી પસંદ કરવા માટે કહી રહી છે.


જનતા તેમના મુખ્યમંત્રીને પસંદ કરશે

જનતા તેમના મુખ્યમંત્રીને પસંદ કરશે

પંજાબના (Punjab) લોકો 7074870748 પર કોલ, વોટ્સએપ અથવા એસએમએસ દ્વારા તેમની પસંદગીનું નામ જાહેર કરી શકે છે. આ ફોનલાઇન 17 જાન્યુઆરીના રોજ સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. કેજરીવાલે કહ્યું કે, અમે જનતાના ફીડબેક અનુસાર પાર્ટી CM પદ માટે ઉમેદવારની પસંદગી કરશું. પાર્ટીએ તેના માટે વોટની જાહેરાત કરતું પોસ્ટર પણ લોન્ચ કર્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે, જનતા તેમના મુખ્યમંત્રીને પસંદ કરશે.


ભગવંત માન માટે આ પગલું નિરાશાજનક

ભગવંત માન માટે આ પગલું નિરાશાજનક

આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માન માટે આ પગલું નિરાશાજનક કહી શકાય, કારણ કે તેઓ લાંબા સમયથી મુખ્યમંત્રી પદની મહત્વાકાંક્ષાઓ રાખી રહ્યા છે. દિલ્હીના સીએમએ કહ્યું કે, 'ભગવંત માન મને ખૂબ જ પ્રિય છે. તે મારા નાના ભાઈ સમાન છે. તેઓ આમ આદમી પાર્ટીના મોટા નેતા છે. તેઓ મુખ્યમંત્રી પદના ઉમેદવાર હોવા જોઈએ. જો કે, લોકોને આ અંગે નિર્ણય લેવાની છૂટ આપવી જોઈએ.'


આમ આદમી પાર્ટી કોંગ્રેસ માટે પડકાર

પંજાબમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ માટે પડકાર બનીને આવી છે. બીજી તરફ, કેપ્ટન અમરિંદર સિંઘ, અકાલી દળ અને ભાજપ એકસાથે મળીને ચૂંટણી લડવા જઈ રહ્યા છે. જેથી ચૂંટણીમાં રસાકસીનો જંગ જામશે. બીજી તરફ, અન્ય પાર્ટીઓએ હજુ સીએમ પદના ઉમેદવારની ઘોષણા કરી નથી.

2017ની વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો, કોંગ્રેસે કુલ 117 બેઠકોમાંથી 77 બેઠકો જીતીને સરકાર બનાવી હતી. AAP 20 બેઠકો સાથે બીજી સૌથી મોટી પાર્ટી બની. ચૂંટણીમાં અકાલી દળે 15 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપને માત્ર 3 બેઠકો મળી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top