સુપ્રીમ કોર્ટમાં અભિષેક મનુ સિંઘવીની એ 5 દલીલો, જે અરવિંદ કેજરીવાલને લાવી તિહાડ જેલમાંથી બહાર

સુપ્રીમ કોર્ટમાં અભિષેક મનુ સિંઘવીની એ 5 દલીલો, જે અરવિંદ કેજરીવાલને લાવી તિહાડ જેલમાંથી બહાર

09/13/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

સુપ્રીમ કોર્ટમાં અભિષેક મનુ સિંઘવીની એ 5 દલીલો, જે અરવિંદ કેજરીવાલને લાવી તિહાડ જેલમાંથી બહાર

સુપ્રીમ કોર્ટે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન આપી દીધા છે. કોર્ટે કહ્યું હતું કે જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે. કોર્ટે એમ પણ કહ્યું કે મુખ્યમંત્રી કાર્યાલય જવા અને ફાઈલો પર સહી કરવા પર પ્રતિબંધ યથાવત રહેશે. AAP સંયોજકના વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. અભિષેક મનુ સિંઘવી દિલ્હી એક્સાઈઝ પોલિસીના કથિત કૌભાંડમાં અરવિંદ કેજરીવાલનો કેસ લડી રહ્યા છે અને તેમણે જ પાછલી વખત કેજરીવાલને જામીન પણ અપાવ્યા હતા. આ વખતે પણ વરિષ્ઠ વકીલે દિલ્હીના મુખ્યમંત્રીને જામીન અપાવવા માટે સુપ્રીમ કોર્ટમાં દમદાર અને મહત્ત્વપૂર્ણ દલીલો આપી હતી.


જાણો અભિષેક મનુ સિંઘવીની દમદાર દલીલો

જાણો અભિષેક મનુ સિંઘવીની દમદાર દલીલો
  1. તેમણે CBI દ્વારા અરવિંદ કેજરીવાલની કરાયેલી ધરપકડને ગેરકાયદેસર ગણાવી. વરિષ્ઠ વકીલે કહ્યું કે જે આધાર પર સીએમ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી તે જાન્યુઆરીના છે.
  2. અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, CRPCની કલમ 41A હેઠળ પૂછપરછની નોટિસ મોકલ્યા વિના ધરપકડ કરવી ગેરકાયદેસર છે. અરવિંદ કેજરીવાલ દ્વારા તપાસમાં સહકાર ન આપવાના આધારે જ તેમની ધરપકડ કરવામાં આવી હતી, જે યોગ્ય નથી.
  3. તેમણે એમ પણ કહ્યું કે FIR નોંધાયાના 8 મહિના બાદ દિલ્હીના મુખ્યમંત્રીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. PML હેઠળ બેવડી શરતોની જોગવાઈ છે. આ કડક નિયમો હોવા છતાં, અમારા પક્ષમાં બે નિર્ણયો થયા છે.
  4. વરિષ્ઠ વકીલે જૂના નિર્ણયોનો સંદર્ભ આપતા વધુમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયોમાં જ કહી ચૂકી છે કે જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે.
  5. આ સાથે જ એમ પણ કહેવામાં આવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી જેવા બંધારણીય પદ પર છે, જામીન મળ્યા બાદ ભાગી જવાની કોઈ શક્યતા નથી.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top