અંબાજી હડાદ રોડ પર ખાનગી બસને અકસ્માત, આશરે 24 ઘાયલ 9 ની હાલત ગંભીર. બસની હાલત જોઈને...!

અંબાજી હડાદ રોડ પર ખાનગી બસને અકસ્માત, આશરે 24 ઘાયલ 9 ની હાલત ગંભીર. બસની હાલત જોઈને...!

09/24/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

અંબાજી હડાદ રોડ પર ખાનગી બસને અકસ્માત, આશરે 24 ઘાયલ 9 ની હાલત ગંભીર. બસની હાલત જોઈને...!

અંબાજી હડાદ રોડ પર અંબાજી દર્શન કરી પરત ફરતી વખતે ખાનગી લકઝરી બસને અકસ્માત નડયાની દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં આશરે 25 લોકોના ઘાયલ અને 9 ની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બસની તસ્વીરો જોઈને એવું લાગે છે કે જાણે કોઈકે મોટી કરવત લઈને બસનો ઉપરનો હિસ્સો આખો કાપી નાખ્યો હોય! 


હાલ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહયો છે ત્યારે દૂર દૂરથી ભક્તો દર્શન કરવા અંબાજી આવી રહ્યા છે. આ દરમ્યાન અંબાજી હડાદ રોડ પર પોઇન્ટ નંબર 160 ઉપર દુઃખદ ઘટના ઘટી છે આ ઘટના અંગે મળતી.પ્રાથમિક જાણકારી મુજબ નડિયાદ પાસે આવેલ ખણઝરી ગામના લોકો અંબાજી દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે માર્ગ પર પથ્થર આવી જતા ખાનગી બસે કાબુ ગુમાવતા બસ સામે પથ્થર સાથે ટકરતા આશરે 25 લોકો ઘાયલ થયા છે જ્યારે 9 ની હાલત ગંભીર જણાતા તેઓને તાત્કાલિક 108 દ્વારા પાલનપુર ખસેડવામાં આવ્યા છે.

ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે અંબાજી કોટેજ હોસ્પિટલ અને વધુ સારવાર સાથે પાલનપુર સિવિલમાં રિફર કરાયા છે. અકસ્માતની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બનાસકાંઠા પોલીસ દ્વારા પોલીસની ગાડીમાં તમામ મુસાફરોને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે રીફર કરાયા હતા.


પોલીસ દેવદૂત બનીને આવી!

પોલીસ દેવદૂત બનીને આવી!

આ ઘટના બનતા જ પોલીસ દેવદૂત બની સામે આવી છે અને તેમની ત્વરિત સરાહનીય અને સેવાકીય કામગીરી જોવા મળી છે. આ ઘટના બનતા જ વિસ્તારની આસપાસ ભાદરવી પૂનમના મેળાની ફરજમાં તૈનાત પોલીસ જવાનો તેમજ રૂટ વ્યવસ્થામાં સંચાલન માટે ફરતી પોલીસની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસ કર્મીઓએ ઘાયલ લોકોને ગાડીઓમાં નાખી સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ રવાના થઈ હતી. આ ઘટનાની જાણ થતા જ સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top