હજારો લોકોની હાજરીમાં ભવાડો! રેલ્વે સ્ટેશને સતત ત્રણ મિનીટ્સ સુધી જાહેરમાં પોર્ન ક્લિપ ચાલતી રહ

હજારો લોકોની હાજરીમાં ભવાડો! રેલ્વે સ્ટેશને સતત ત્રણ મિનીટ્સ સુધી જાહેરમાં પોર્ન ક્લિપ ચાલતી રહી!

03/20/2023 National

SidhiKhabar

SidhiKhabar

હજારો લોકોની હાજરીમાં ભવાડો! રેલ્વે સ્ટેશને સતત ત્રણ મિનીટ્સ સુધી જાહેરમાં પોર્ન ક્લિપ ચાલતી રહ

પટના : આમ તો જાહેર સ્થળોએ ઘણી વાર નાના મોટા ગોટાળા થતા રહે છે. રેલ્વે પ્લેટફોર્મ્સ પણ એમાંથી બાકાત નથી. પણ ગઈકાલે બિહારના પટના રેલવે સ્ટેશન ઉપર જે ઘટના ઘટી, એનાથી સમગ્ર રેલવે ડિપાર્ટમેન્ટ માટે નીચાજોણું થયું છે. પોતાના પરિવાર સાથે મુસાફરીએ નીકળેલા હજારો લોકો પણ પ્લેટફોર્મ પર હાજર હતા, એમણે પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું હતું!


સતત 3 મિનીટ્સ સુધી ચાલતો રહ્યો ‘ખેલ’

સતત 3 મિનીટ્સ સુધી ચાલતો રહ્યો ‘ખેલ’

આઘાત જનક બાબત એ છે કે આ બિભત્સ ખેલ સતત 3 મીનીટ સુધી ચાલતો રહ્યો હતો! આટલા લાંબા સમય સુધી સ્થળ પર હાજર કોઈ કર્મચારીનું ધ્યાન એ તરફ ગયું નહોતું! પણ પોતાના મિત્રો, સગાઓ અને પરિવાર સાથે પ્લેટફોર્મ પર ઉભેલા હજારો લોકોએ નાછૂટકે આ બિભત્સ અકસ્માતના સાક્ષી બનવું પડ્યું હતું! સ્ત્રીઓ અને બાળકોની નજર પણ આ ક્લિપ ઉપર પડતા લોકોએ ઉહાપોહ કર્યો એ પછી રેલવે કર્મચારીઓનું ધ્યાન ગયું હતું, અને પોર્ન ક્લિપનું ‘પ્રસારણ’ અટકાવાયું હતું. લોકોએ ગવર્મેન્ટ રેલવે પોલીસ (GRP) તેમજ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ને ફરિયાદ નોંધાવી હતી. પટના રેલવે સ્ટેશનના ટીવી સ્ક્રીન્સ પર જાહેરાતોનું પ્રસારણ કરવા માટે કામ કરતી દત્તા કોમ્યુનિકેશન નામની એજન્સીને તાત્કાલિક અસરથી બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી. રેલવે દ્વારા આ એજન્સી પાસેથી દંડ પણ વસૂલવામાં આવશે.


લોકોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાઈરલ કર્યો (જુઓ વિડીયો)

લોકોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાઈરલ કર્યો (જુઓ વિડીયો)

આ ઘટના બનતા સાથે જ કેટલાક લોકોએ ફટાફટ પોતાનો મોબાઈલ કેમેરા ઓન કરીને શુટીંગ કરવા માંડ્યું હતું. હાલમાં એ વિડિયોઝ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે!



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top