અરેરે!! આત્મહત્યા કરવામાં સાત-સાત વખત નિષ્ફળ ગયા બાદ પરિણીતાએ આઠમી વખત ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્

અરેરે!! આત્મહત્યા કરવામાં સાત-સાત વખત નિષ્ફળ ગયા બાદ પરિણીતાએ આઠમી વખત ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું!

11/18/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

અરેરે!! આત્મહત્યા કરવામાં સાત-સાત વખત નિષ્ફળ ગયા બાદ પરિણીતાએ આઠમી વખત ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્

સુરત: પાલનપુર ગામમાં પ્રેમ લગ્ન કરી 9 મહિનાથી રહેતી પરણીતાએ આત્મહત્યાકરી લીધી હતી. પતિ કામ પર ગયા પછી એકલતા અનુભવતી પરણીતાએ તણાવમાં આવીને ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ચોંકાવનારી વાત એ છે કે આ મહિલાએ છેલ્લા 9 મહિનામાં 7 વાર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.


શું છે આખો કિસ્સો?

નવી સિવિલ હોસ્પિટલ માંથી મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના વાતની અમિતા ધ્રુવ સોલંકી (ઉંમર 25 વર્ષ) હાલ પાલનપુર ગામ મથુરા નગરી પાસે આવેલા અંબિકા નગરમા પતિ સાથે રહેતી હતી. અમિતાએ 9 મહિના પહેલા IT ઓફિસમા કામ કરતી હતી. છેલ્લા એક વર્ષથી તે ધ્રુવીલ સોલંકી નામના યુવાન સાથે લીવ ઇનમાં રહેતી હતી. આ જ યુવાન સાથે તેણે આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન પછી અમિતા પાર્લર ચલાવીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી. અમિતાએ ગુરુવારે સાંજે 4:45 વાગ્યે સિલીંગનાં હુક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ અત્મહત્યા કરી હતી.

મૃતક અમિતાનાં પતિ ધ્રુવીલ સોલંકીએ જણાવ્યું કે, અમિતા માનસિક તણાવમા રહેતી હતી. આ અગાઉ તે 7 વાર આપઘાતનાં પ્રયાસ કરી ચૂકી હતી. અમિતા વાંરવાર એક જ વાત કરતી હતી કે તમે કામ પર જાવ ત્યારે  હું ઘરમાં એકલી પડી જાવ છું. અમિતાએ લગ્ન પહેલા પિતાના ઘરમાં પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે વારંવાર મરી જવાની ધમકી આપતી હતી. આખરે તેણીએ આપઘાત કરી મોતને વાહલું કરી દીધું હતું.


કીમની બ્રેઈનડેડ મહિલાના અંગદાનથી 6 દર્દીને નવ જીવન મળ્યું

ખેંચ આવતા બ્રેઈનડેડ જાહેર થયેલી કીમની મહિલાના અંગદાનથી 6 દર્દીઓને નવજીવન મળ્યું હતું. રેખાબેનનાં ફેફસા,લીવર,કીડની અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન આપવામાં આવ્યું હતું.

ડોનેટ લઈફના નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે કીમ વિસ્તારમાં આવેલી હીરાપન્ના સોસાયટી વિભાગ – 1માં રેખાબેન કિશોરભાઈ રાણા (ઉ.વ 47) પરિવાર સાથે રહેતી હતી. બિસ્કીટની ફેક્ટરીમાં પેકિંગનું કાર્ય કરતા રેખાબેનને 7 નાવેમ્બેરના રોજ બપોરે ખેંચ આવતા પરિવારજનોએ તેમને સારવાર માટે સાયણની જીવન રક્ષા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં તેઓને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top