કુદરત કોપાયમાન થઇ! મ્યાનમાર-ચીન બાદ ભારતના વધુ એક પાડોશી દેશમાં ભૂકંપના ઝટકા અનુભવાયા

કુદરત કોપાયમાન થઇ! મ્યાનમાર-ચીન બાદ ભારતના વધુ એક પાડોશી દેશમાં ભૂકંપના ઝટકા અનુભવાયા

03/29/2025 World

SidhiKhabar

SidhiKhabar

કુદરત કોપાયમાન થઇ! મ્યાનમાર-ચીન બાદ ભારતના વધુ એક પાડોશી દેશમાં ભૂકંપના ઝટકા અનુભવાયા

Earthquake: મનુષ્યથી કુદરત રૂઠી હોય તેમ ગઈકાલથી સતત ભૂકંપના ઝટકા અનુભવાઈ રહ્યા છે. મ્યાનમાર, થાઇલેન્ડ અને ચીનમાં ગઈકાલે 7.7ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. મ્યાનમારમાં ભૂકંપના કારણે 144 જિંદગીઓ હોમાઈ ગઈ અને 700થી વધુ લોકો ઇજાનો ભોગ બન્યા હતા. તો હવે ભારતના વધુ એક પાડોશી દેશમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે.

ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, શનિવારે સવારે 5:16 વાગ્યે અફઘાનિસ્તાનમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 નોંધવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર કાબુલ નજીક હતું. અફઘાનિસ્તાન ઉપરાંત પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં પણ ભૂકંપની અસર જોવા મળી હતી. હાલ આ ભૂકંપના કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી પરંતુ વહેલી સવારે આવેલા ભૂકંપના કારણે લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે.


મ્યાનમારમાં 144 લોકોના મોત થયા છે

મ્યાનમારમાં 144 લોકોના મોત થયા છે

આ અગાઉ શુક્રવારે, ભારત સાથે સરહદ ધરાવતા દેશ મ્યાનમારમાં એક બાદ એક ભૂકંપના અનેક ઝટકા અનુભવાયા હતા. તેમાં સૌથી શક્તિશાળી ભૂકંપ 7.7ની તીવ્રતાનો હતો. મ્યાનમારમાં ભૂકંપનું કેન્દ્ર માંડલે શહેરની નજીક હતું. આ ભૂકંપના કારણે મ્યાનમારમાં 144 લોકોના મોત થયા છે, જ્યારે 730 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. મૃતકો અને ઇજાગ્રસ્તોની સંખ્યા હજુ વધી શકે છે. આ ભૂકંપમાં મ્યાનમારમાં ઘણી ઇમારતો, પુલ અને ડેમને નુકસાન થયું છે.


થાઈલેન્ડ સહિત અનેક દેશો પર અસર

થાઈલેન્ડ સહિત અનેક દેશો પર અસર

મ્યાનમારમાં આવેલા આ શક્તિશાળી ભૂકંપની અસર થાઈલેન્ડમાં પણ જોવા મળી હતી. ભૂકંપના કારણે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ ઘણું નુકસાન થયું છે. અહીં એક નિર્માણાધીન ઈમારત થોડી જ વારમાં ધરાશાયી થઈ ગઈ હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભૂકંપ બાદ લોકો ઉંચી ઈમારતોમાંથી બહાર નીકળીને રસ્તાઓ પર ઉભા જોવા મળ્યા હતા. આ સિવાય બાંગ્લાદેશ અને ઉત્તર-પૂર્વ ભારતના ઘણા રાજ્યોમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. શુક્રવારે મધ્યરાત્રિએ મ્યાનમારમાં પણ 4.2ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top