શ્રીદેવીએ બ્રેક ડાન્સ શીખવા માટે કોરિયાગ્રાફરને આપી હતી આ લાંચ, મિસ્ટર ઈન્ડિયાના સેટ પર થઈ હતી

શ્રીદેવીએ બ્રેક ડાન્સ શીખવા માટે કોરિયાગ્રાફરને આપી હતી આ લાંચ, મિસ્ટર ઈન્ડિયાના સેટ પર થઈ હતી મિત્રતા

06/24/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

શ્રીદેવીએ બ્રેક ડાન્સ શીખવા માટે કોરિયાગ્રાફરને આપી હતી આ લાંચ, મિસ્ટર ઈન્ડિયાના સેટ પર થઈ હતી

અનિલ કપૂર અને શ્રીદેવી અભિનીત ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’ આજે પણ જનતાને એટલી જ પસંદ આવે છે, જેટલી 1987માં રીલિઝના સમયે પણ હતી. પોતાના સમયની આઇકોનિક ફિલ્મ રહેલી મિસ્ટર ઇન્ડિયામાં જે બાળકોએ કામ કર્યું હતું, જેમાંથી ઘણાઓએ મોટા થઈને બોલિવુડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી. કોરિયોગ્રાફર-ડિરેક્ટર અહમદ ખાન પણ તેમાંથી એક છે. ‘બાગી 3’ અને ‘ફૂલ એન્ડ ફાઇનલ’ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી ચૂકેલા અહમદ ખાને હવે મિસ્ટર ઈન્ડિયામાં કામ કરવાનો અનુભવ જણાવ્યો અને તેમણે ફિલ્મમાં શ્રીદેવી સાથે કામ કરવાની યાદો પણ શેર કરી.


શ્રીદેવીએ આપી હતી લાંચ:

શ્રીદેવીએ આપી હતી લાંચ:

અહમદ ખાને સિદ્ધાર્થ કન્નન સાથે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, શ્રીદેવી પોતાની સાથે સેટ પર કામ કરી રહેલા બાળકોને આઇસ્ક્રીમની લાંચ આપતી હતી અને બદલામાં તેમની પાસે બ્રેક ડાન્સ શિખતી હતી. એક દિવસ મિસ્ટર ઈન્ડિયાના સેટ પર એ લોકો સીરિયસ સીન શૂટ કરવા જઇ રહ્યા હતા અને શ્રીદેવીએ બધા બાળકોને ઇસ્ક્રીમ ખવડાવીને બધી ટેન્શન દૂર કરી દીધી હતી. અમે બધા એક હૉસ્પિટલમાં સીન શૂટ કરી રહ્યા હતા, ત્યારબાદ એક બોમ્બ બ્લાસ્ટ થવાનો હતો, જેમાં એક રોલનું મોત થઈ જાય છે. આ એક સીરિયસ સીન હતું. તે અમને એક ડૉક્ટરના રૂમમાં લઈ ગઈ અને અમને આઇસ્ક્રીમ ઓફર કરી. તેણે કહ્યું કે, હું તમને એટલે આપી રહી નથી કે તમે મને પસંદ છો, તમારે મને બ્રેક ડાન્સ શિખવવો પડશે. તો અમે તેમને કેટલીક મૂવ્સ શીખવ્યા. એવામાં અમારી મિત્રતા થઈ ગઈ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top