Ayushman Card Fraud: 1500 રૂપિયા આપો અને 5 મિનિટમાં આયુષ્માન કાર્ડ લઇ જાવ, દેશવ્યાપી રેકેટનો પર

Ayushman Card Fraud: 1500 રૂપિયા આપો અને 5 મિનિટમાં આયુષ્માન કાર્ડ લઇ જાવ, દેશવ્યાપી રેકેટનો પર્દાફાશ, 6ની ધરપકડ

12/18/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Ayushman Card Fraud: 1500 રૂપિયા આપો અને 5 મિનિટમાં આયુષ્માન કાર્ડ લઇ જાવ, દેશવ્યાપી રેકેટનો પર

Khyati Hospital Ayushman Card Fraud: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક દેશવ્યાપી રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં 5 જ મિનિટમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન કાર્ડ (PMJAY) બનાવી આપવામાં આવતો હતો. તેના માટે 1500 રૂપિયા વસૂલવામાં આવતા હતા. આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે તાજેતરમાં આયુષ્માન કાર્ડના પૈસા માટે અમદાવાદની ખ્યાતી હૉસ્પિટલમાં 9 લોકોની ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જેમાં 2 દર્દીઓના મોત થયા હતા.

અમદાબાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ બાદ આ સનસનીખેજ ખુલાસો કર્યો છે. અમદાવાદ પોલીસના જણાવ્યા મુજબ, ખ્યાતિ હૉસ્પિટલ કૌભાંડની તપાસમાં સામે આવ્યું છે કે PMJAY કાર્ડ ન હોય તેવા લોકોને હૉસ્પિટલ તાત્કાલિક બનાવી આપતી હતી.


આ રીતે બનતા નકલી આયુષ્માન કાર્ડ

આ રીતે બનતા નકલી આયુષ્માન કાર્ડ

તપાસમાં બહાર આવ્યું છે કે, આયુષ્માન કાર્ડ બનાવવાનું એક અલગ રેકેટ ચાલતું હતું. અમદાવાદ પોલીસ અધિકારી શરદ સિંઘલના જણાવ્યા અનુસાર, મેહુલ પટેલ ખ્યાતિ હૉસ્પિટલમાં કાર્ડ પોર્ટલ સંભાળતો હતો. તેણે જણાવ્યું છે કે, જે દર્દીની પાસે કાર્ડ ન રહેતા, તેમને ચિરાગ રાજપૂત અને કાર્તિક પટેલ 1500 રૂપિયામાં કાર્ડ બનાવીને મોકલતા હતા. ત્યારબાદ તે કાર્ડ પર સર્જરીનો દાવો કરવામાં આવતો હતો.

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)

આ સમગ્ર કામમાં નિમેશની સૌથી મહત્ત્વની ભૂમિકા રહેતી હતી, કારણ કે ચિરાગ અને કાર્તિક નિમેષની મદદથી નકલી કાર્ડ બનાવતા હતા. નિમેષ પોર્ટલના ડેટા સાથે ચેડા કરતો હતો. સિંઘલના કહેવા પ્રમાણે આ આરોપીઓએ થોડી મિનિટોમાં ઘણા દર્દીઓના કાર્ડ બનાવીને આપ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, જે લોકો આયુષ્માન કાર્ડના દાયરામાં આવતા નહોતા, તેમના કાર્ડ બનાવવાનો પણ ખુલાસો થયો છે. આ લોકો આધાર કાર્ડના ડેટાના આધારે નકલી કાર્ડ બનાવતા હતા. આરોપીઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે અત્યાર સુધીમાં તેઓ 3000થી વધુ કાર્ડ બનાવી ચૂક્યા છે.


અનેક આરોપીઓ ફરાર

અનેક આરોપીઓ ફરાર

પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં મુખ્ય આરોપી ચિરાગ રાજપૂત છે, જે પહેલાથી જ ક્રાઈમ બ્રાન્ચના રિમાન્ડ પર છે. જ્યારે અન્ય આરોપી હજુ ફરાર છે. અત્યાર સુધીમાં કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ માની રહી છે કે આયુષ્માનની છેતરપિંડી રાષ્ટ્રીય સ્તર પર છે અને તેમાં વધુ ધરપકડ થઇ શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top