Ahmedabad: સ્કૂલ બસમાં એકાએક લાગી ભીષણ આગ, જુઓ વીડિયો
Fire in School Bus:અમદાવાદના ગોતાના વસંત ટાઉનશિપ પાસે એપોલો સ્કૂલની બસમાં એકાએક ભીષણ આગ લાગવાની ઘટના બની છે. સદનસીબે સ્કૂલ બસમાં સવાર બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેથી મોટી જાનહાનિ ટળી ગઇ છે. પ્રચંડ આગના કારણે સ્કૂલ બસ ભડકે બળી ઉઠી હતી. સ્કૂલ બસમાં આગ લાગતા વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા હતા. ફાયરબ્રિગેડની 2 ગાડી ઘટનાસ્થળે જઇને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ બનાવની જાણ થતા સોલા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ, બસમાંથી ધૂમાડો નીકળી રહ્યો હતો. બાળકોને ઝડપથી બસમાંથી ઉતારવામાં આવ્યા. ત્યારે બસથી આગની લપેટો નીકળવા લાગી હતી. હાલ આ સ્કૂલ બસમાં આગની ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી. સ્કૂલ બસને આગ લાગી હોવાની જાણ થતા બાળકોના વાલીઓ દોડતા થયા હતા અને ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
જોકે તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે ફાયર વિભાગની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે ઘટના સ્થળે તપાસ કરી અને આગ લાગવાના કારણની માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો. અત્યારે બસમાં આગ લાગવાનું કારણ અકબંધ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp