સલમાન એવેન્યૂ પર ચાલ્યો હથોડો, અમદાવાદમાં ગરમાયું રાજકારણ, જાણો સમગ્ર મામલો

સલમાન એવેન્યૂ પર ચાલ્યો હથોડો, અમદાવાદમાં ગરમાયું રાજકારણ, જાણો સમગ્ર મામલો

12/14/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સલમાન એવેન્યૂ પર ચાલ્યો હથોડો, અમદાવાદમાં ગરમાયું રાજકારણ, જાણો સમગ્ર મામલો

AMC starts demolishing illegal Salman Avenue: અમદાવાદ મહાનગરપાલિકા ((AMC)એ શુક્રવારે ગેરકાયદેસર સલમાન એવન્યૂ તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાની ટીમોએ બિલ્ડિંગના પાંચમા અને છઠ્ઠા માળને તોડવાનું શરૂ કર્યું. એક મોટી ટીમ હથોડાઓ સાથે આવી અને છત તોડવાનું ચાલુ કરી દીધી. વર્ષ 2015માં બિલ્ડિંગના વિકાસકર્તાએ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) પાસેથી બનાવટી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવ્યા બાદ ગેરકાયદેસર બાંધકામ હાથ ધરવામાં આવ્યું હતું.


હાઈ કોર્ટે આદેશમાં શું કહ્યું?

હાઈ કોર્ટે આદેશમાં શું કહ્યું?

ગુજરાત હાઈ કોર્ટે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા અંગેનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. કોર્ટે બિલ્ડિંગના ગેરકાયદેસર પાંચમા અને છઠ્ઠા માળને સીલ કરવાનો આદેશ આપ્યા છે, જેથી તેનો ઉપયોગ કરી શકાય નહીં. પોલીસને અહીં તૈનાત થવા જણાવ્યું છે. આ સિવાય કોર્ટે જ્યાં સુધી બેન્ચ પોતાનો અંતિમ આદેશ જાહેર ન કરે, ત્યાં સુધી ડિમોલિશનના કામ પર યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે.


કોંગ્રેસના ધારાસભ્યએ વિરોધ કર્યો

કોંગ્રેસના ધારાસભ્યએ વિરોધ કર્યો

આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મિલન શાહની હાજરીમાં સલમાન એવન્યૂમાં તોડફોડ કરવામાં આવી હતી. બાદમાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને AIMIMના કાઉન્સિલરોએ ડિમોલિશન રોકવાની માગ સાથે સ્થળ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. AIMIM કાઉન્સિલરોના દબાણ છતા, મદદનીશ મ્યુનિસિપલ કમિશનર શાહે જણાવ્યું હતું કે ડિમોલિશનની કાર્યવાહી યોજના મુજબ આગળ વધશે કારણ કે તેને રોકવા માટે કોર્ટનો કોઈ આદેશ નથી. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને વિરોધ કરી રહેલા કાઉન્સિલરોએ ઘેરી લીધા હતા, જેઓ વરિષ્ઠ પોલીસ અધિકારીઓની હાજરીમાં પણ ડિમોલિશન રોકવાની માગણી કરતા રહ્યા.

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ચિંતા વ્યક્ત કરી હતી. સ્થળ પર ડિમોલિશનનો વિરોધ કરતા ખેડાવાલાએ જણાવ્યું હતું કે, એસ્ટેટ વિભાગ જમાલપુરમાં 2 ગેરકાયદે માળ તોડી રહ્યો છે. ખેડાવાલાએ આક્ષેપ કર્યો હતો કે અમદાવાદમાં અન્ય ઘણા ગેરકાયદેસર બાંધકામો જેમનાતેમ છે. તેમણે દાવો કર્યો હતો કે માત્ર આ ઈમારતને નિશાનો બનાવવામાં આવી રહી છે.

અમદાવાદમાં AMC ઓફિસથી થોડે દૂર આવેલી આ ઇમારત ASIની નકલી NOCનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી. 2018માં બહાર આવ્યું હતું કે બિલ્ડર દ્વારા AMCને સબમિટ કરવામાં આવેલી NOC નકલી હતી. ASIએ પુષ્ટિ કરી કે 2015માં આવી કોઈ NOC જાહેરી કરવામાં આવી નહોતી, જે બિલ્ડરના દાવાની વિરુદ્ધ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top