અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સુપરવાઈઝરની ભરતીમાં કૌભાંડ, માર્ક્સ વધારવાના આરોપમાં હેડ ક્લાર્કની ધરપકડ
AMC Supervisor Recruitment Scam: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં ટેક્નિકલ સુપરવાઈઝરની ભરતીમાં કૌભાંડ સામે આવ્યું છે. મહાનગરપાલિકાની મધ્યસ્થ કચેરીના હેડ ક્લાર્કે તેમના કોમ્પ્યુટરમાં 3 ઉમેદવારોના 18-20 માર્ક્સમાંથી વધારીને 85-90 કરી દીધા હતા. જોકે, આ પોસ્ટ માટે 93 ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા હતા. કૌભાંડ આચરનાર હેડ ક્લાર્ક પુલકિત સથવારાને સસ્પેન્ડ કરીને તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદ પોલીસે તેની ધરપકડ કરી અને તેને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેના ડેસ્ક પર લઈ જઇને તેના ગુનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેક્નિકલ સુપરવાઈઝર માટેની પરીક્ષા 18મી ઑગસ્ટે યોજાઈ હતી. પરીક્ષામાં આવેલા તમામ ઉમેદવારોની ઉત્તરવહીઓ ચકાસણી માટે યુનિવર્સિટીમાં મોકલવામાં આવી હતી અને અંતિમ પરિણામ જાહેર થયા બાદ હેડ ક્લાર્ક પુલકિત સથવારાની કામગીરી કોમ્પ્યુટરમાં ડેટા તૈયાર કરીને રિઝલ્ટ શીટ તૈયાર કરવાની હતી. સાથે જ તેણે ત્રણ ઉમેદવારોના માર્ક્સમાં 4-5 ગણો વધારો કરીને તેના પર યુનિવર્સિટીને મોકલી તેના પર યુનિવર્સિટીના સાચા સહી સિક્કાઓ સગાવી દીધા હતા. તેણે ત્રણેય ઉમેદવારોના માર્ક્સ જેટલા કટ ઓફ માર્કસ નક્કી કર્યા હતા તેટલા જ વધારી દીધા હતા.
જો કે, આ કૌભાંડ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે પરીક્ષામાં બેઠેલા ઉમેદવારના પરિચિત તમન્ના કુમારીએ પ્રોવિઝનલ આન્સર કી પછી પરિણામ તપાસવાનું કહ્યું હતું. એજ ઉમેદવારને ચેકિંગ દરમિયાન તેના માર્કસમાં કેટલીક વિસંગતતા જોવા મળી, ત્યારે તેણે મ્યુનિસિપલ કમિશનરને તેની પાસેની ઉત્તરવહી સાથે પત્ર લખ્યો હતો. આ સાથે માર્ક્સ સાથે છેડછાડને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્યારબાદ તપાસના આદેશ આપવામાં આવ્યા અને કૌભાંડ બહાર આવ્યું.
જો કે, પોલીસ હવે તપાસ કરી રહી છે અને પરીક્ષામાં હાજર તમામ 3000 ઉમેદવારોની સાથે 3 ઉમેદવારોની પણ તપાસ કરશે જેમના માર્ક્સ વધારવામાં આવ્યા હતા. બીજી તરફ, મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 2 વર્ષ દરમિયાન લેવાયેલી ભરતી પરીક્ષાના પરિણામોની પણ આવી જ તપાસના આદેશ આપવામાં આવ્યા છે, આ સાથે ભરતી પરીક્ષામાં સામે એજન્સી પાસે રહેલી અસલી ઉત્તરવહીઓને તપાસ કરાવવામાં આદેશ આપવામાં આવ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp