આકાંક્ષા દુબેની માતાએ કહ્યું, “મારી દીકરીના મોત માટે સમરસિંહ જવાબદાર!” યશ કુમારે ફિલ્મ ઇન્ડસ્ટ્

આકાંક્ષા દુબેની માતાએ કહ્યું, “મારી દીકરીના મોત માટે સમરસિંહ જવાબદાર!” યશ કુમારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પોલ ખોલતા કહ્યું કે...

03/27/2023 Glamour

SidhiKhabar

SidhiKhabar

આકાંક્ષા દુબેની માતાએ કહ્યું, “મારી દીકરીના મોત માટે સમરસિંહ જવાબદાર!” યશ કુમારે ફિલ્મ ઇન્ડસ્ટ્

Akanksha Dubey suicide : રવિવારે વારાણસીની એક હોટેલમાંથી હોટ ભોજપુરી એક્ટ્રેસ આકાંક્ષા દુબેની આત્મહત્યા કરેલી લાશ મળી આવી, એ પછી સમગ્ર ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આઘાત અને શોકમાં સરી પડી હતી. સાથે જ આકાંક્ષાએ આત્મહત્યા કરી છે કે પછી એના મૃત્યુ પાછળ કોઈકની દુષ્પ્રેરણા કામ કરે છે, એની ચર્ચાઓ પણ થવા લાગી છે. માત્ર 25 વર્ષની આશાસ્પદ અભિનેત્રીની માતાએ મીડિયા સમક્ષ મોઢું ખોલતા પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સાથે જ આકાંક્ષાની પહેલી ફિલ્મના નિર્માતા એવા યશ કુમારે પણ ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કાળી બાજુઓ વિષે વાત કરતો એક વિડીયો પબ્લિશ કર્યો હતો.


ગાયક સમરસિંહ અને એના ભાઈ સામે કેસ નોંધાયો!

ગાયક સમરસિંહ અને એના ભાઈ સામે કેસ નોંધાયો!

આકાંક્ષા દુબેની માતા મધુ દુબેએ ભોજપુરી ગાયક સમરસિંહ અને એના ભાઈ ઉપર આરોપ લગાવતા કહ્યું કે સમરસિંહ અને એના ભાઈ સંજય સિંહેં જ આકાંક્ષાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરી છે! મધુ દુબેના આક્ષેપો બાદ પોલીસે સમર અને સંજય સામે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.


સમરસિંહે 2012થી ભોજપુરી સંગીતમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સમર અને આકાંક્ષા એકબીજા સાથે રિલેશનશીપમાં હતા અને ગત વેલેન્ટાઈન ડે નિમિત્તે આ કપલે શેર કરેલ ફોટો ઉપરથી લોકોને ખબર પડી હતી કે બંને વચ્ચે ગાઢ સંબંધો છે. આકાંક્ષા અને સમર બંને વારાણસીનાં ટકટકપુર વિસ્તારમાં લીવ-ઇન-રિલેશનમાં રહેતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આકાંક્ષા સમરના દુર્વ્યવહારથી વ્યથિત હતી, અને બંને વચ્ચેણો મનમેળ તૂટ્યો હતો.

હાલમાં મધુ દુબેએ વારાણસીના સારનાથ પોલીસ સ્ટેશનમાં સમર અને એના ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે કલમ 306 હેઠળ કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે, જેણે પરિણામે આવનારા દિવસોમાં સમર અને સંજયની મુશ્કેલીઓ વધી શકે છે.


યશ કુમારે કહ્યું “તમારી દીકરી સાથે આવું થાય તો?”

યશ કુમારે કહ્યું “તમારી દીકરી સાથે આવું થાય તો?”

આકાંક્ષા દુબેના અચાનક મૃત્યુથી એના ચાહકોને તો આઘાત લાગ્યો જ છે, પણ એની પ્રથમ ફિલ્મના નિર્માતા એવા યશ કુમારે પણ ભાવુક બનીને એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો હતો. આ વિડીયોમાં યશ કુમારે ખુલ્લે આમ ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલતી ગંદી રમત ઉપરથી પડદો ઊંચક્યો હતો.

યશ કુમારે પબ્લિશ કરેલા વિડીયોમાં જે ભાવુક વાતો કહી, એનો સાર એ મુજબ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ભલે ઉપરછલ્લી રીતે એકતાની વાતો કરે, પણ અંદરખાને કોઈ એકબીજાને સહકાર નથી આપતું, બધા સ્વાર્થી છે.


ખાસ કરીને ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં છોકરીઓની હાલત બહુ ખોરાબ હોવા વિષે યશ કુમારે કહ્યું હતું. નિર્માતાએ જણાવ્યું કે અહીં લોકો છોકરીઓને કોઈ વસ્તુની જેમ વાપરે છે. ઘણી વાર તો પોતાના દુશ્મનણો જીવ બાળવા માટે એકાદ છોકરીને ફોસલાવીને ગર્લફ્રેન્ડ બનાવે છે, અને પછી છ મહિનામાં પડતી મૂકે છે. પરિણામે પેલી છોકરીનું જીવન બરબાદ થઇ જાય છે. આવા લોકોને મારે પૂછવું છે કે તમારી જ બહેન-દીકરી સાથે આવું થાય તો તમે શું કરશો?!


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top