સૈફ અલી ખાન કેસમાં આકાશ કનોજિયાએ ઠોક્યો માનહાનિનો કેસ, જાણો કેટલા રૂપિયાના વળતરની કરી માગણી
Saif Ali Khan Attack Case: બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન પર થયેલા એટેકના કેસમાં છત્તીસગઢથી ધરપકડ કરાયેલ શંકાસ્પદ હાઈકોર્ટ પહોંચ્યો છે. શંકાસ્પદ આકાશ કનોજિયાએ બોમ્બે હાઈકોર્ટમાં ગૃહ મંત્રાલય સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે અને 1 કરોડ રૂપિયાના વળતરની માગ કરી છે. સૈફ અલી ખાનના કેસમાં મુંબઈ પોલીસે છત્તીસગઢના દુર્ગ રેલવે સ્ટેશનથી તેની ધરપકડ કરી હતી. આકાશે અરજીમાં કહ્યું કે, પોલીસની ભૂલને કારણે તેનું જીવન બરબાદ થઇ ગયું, તેના લગ્ન તૂટી ગયા અને તેના સંબંધીઓએ પણ દૂરી બનાવી લીધી. તેણે માનસિક અત્યાચારનો પણ આક્ષેપ લગાવ્યો છે.
આ અગાઉ પણ આકાશ કનોજિયાએ આ કેસમાં થયેલી કાર્યવાહી અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું કે, ભલે પોલીસે તેને છોડી દીધો હોય, પરંતુ તેના જીવન પર આ કેસની માઠી અસર પડી છે. આ અગાઉ પણ તેણે નોકરી ગુમાવવાની અને લગ્ન તૂટવાની વાત કરી હતી. સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ આકાશ કનોજિયા એ લોકોમાં સામેલ હતો, જેમને પોલીસે પકડ્યા હતા.
એક્ટર સૈફ અલી ખાન પર 15-16 જાન્યુઆરીની રાત્રે છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. તેના પરિવારજનો દ્વારા શૈફને લીલાવર્તી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને 5 દિવસ બાદ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આ કેસમાં મોહમ્મદ શરીફુલ ઈસ્લામ નામના બાંગ્લાદેશી નાગરિકની પણ પોલીસે ધરપકડ કરી હતી. મંગળવારે (1 એપ્રિલ) સેશન્સ કોર્ટે મુંબઈ પોલીસને શરીફુલ ઈસ્લામની જામીન અરજી પર જવાબ દાખલ કરવા કહ્યું છે. શરીફુલે ગયા અઠવાડિયે આ અરજી દાખલ કરી હતી. જેમાં તેણે દાવો કર્યો છે કે તેણે કોઈ ગુનો કર્યો નથી અને તેની સામે નોંધાયેલો કેસ ખોટો છે. જામીન અરજીમાં શરીફુલે એમ પણ કહ્યું હતું કે કેસની તપાસ વ્યવહારીક રીતે પૂર્ણ થઈ ગઈ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp